fbpx

વેઇટિંગ પિરિયડમાં અકસ્માત થાય તો પણ વીમા કંપનીએ ક્લેઇમ ચૂકવવો પડે: કોર્ટ

Spread the love

સુરત. હેલ્થ ઇન્સ્યુરન્સ પોલીસીમાં કેટલીક વાર અમુક ચોકક્સ બિમારીઓ અંગે 2 વર્ષના Waiting Periodની જોગાવઈ કરવામાં આવી હોય છે એટલે કે આ 2 વર્ષના Waiting Period દરમિયાન વીમેદારને બિમારી થાય તો તેનો કલેઇમ ચુકવવા વીમા કંપની પોતાને જવાબદાર માનતી નથી. અને કલેઈમ ચુકવવાનો ઈન્કાર કરે છે. પરંતુ તાજેતરમાં સુરત જિલ્લા ગ્રાહક કમિશન (મુખ્ય)ના પ્રમુખ ન્યાયાધીશ પી.પી. મેખિયા અને સભ્ય તીર્થેશ મહેતાએ આપેલ હુકમમાં Waiting Period દરમિયાન જો વીમેદારને અકસ્માત થયો હોય તો અકસ્માત સંબંધિત સારવારનો કલેઈમ ચુકવવા વીમા કંપની જવાબદાર હોવાનું ઠરાવી ફરિયાદીને રૂા. 1,11,318/- નો કલેઇમ વ્યાજ/વળતર/ખર્ચ સહીત ચૂકવવાનો વીમા કંપનીને આદેશ આપતો હુકમ કર્યો છે.

કેસની વિગત મુજબ ગોવિંદ જેતાણી(ફરિયાદી)એ એડવોકેટ શ્રેયસ દેસાઈ/ પ્રાચી અર્પિત દેસાઇ/ઇશાન શ્રેયસ દેસાઇ મારફત એચ.ડી.એફ.સી એરગો જનરલ ઇન્સ્યુરન્સ કંપની (સામાવાળા) વિરુધ્ધ કરેલ ફરિયાદની ટુંકમાં હકીકત એવી છે કે, ફરિયાદીએ સામાવાળા પાસેથી રૂા. 3,૦૦,૦૦૦/- નો વીમો ફેમિલી માટેનો લીધેલો હતો. અને આ વીમા પોલિસી અમલમાં હતી. તે દરમિયાન તારીખ 27/8/2018ના રોજ આ કામના ફરિયાદી હીરાબાગ રોડથી અશ્વિનીકુમાર રોડ ઉપર બાઈક લઈને સાંજના સમયે જતા હતા. ત્યારે મોટર બાઇક સ્લીપ થઈ ગયેલી અને તેના કારણે અકસ્માત થયેલ અને તેના કારણે ફરિયાદીને ઇજા થયેલી. જેની સારવાર ડોક્ટર પાસે તા. 27/8/2018ના રોજ કરાવેલી અને ત્યાર પછી આ કામના ફરિયાદીએ વધુ સારવાર ઓર્થોપેડિક ડોક્ટર પાસે કરાવેલી અને તેનું રૂા. 1,11,318/- નું બિલ આવેલું. જે અંગે આ કામના સામેવાળા પાસે ક્લેઇમ રજૂ કરતા સામાવાળા તરફથી ક્લેઈમનો કોઇ જવાબ આવેલ નહી અને તેથી ફરિયાદીએ ગ્રાહક કમિશન સમક્ષ ફરિયાદ કરેલ. આ કેસમાં સામાવાળા તરફે એવી તકરાર લીધેલી કે ફરિયાદીએ જે ટ્રીટમેન્ટ લીધેલી તે ટ્રીટમેન્ટના 24 મહિનાના Waiting Periodની જોગાવઇ હતી અને તે Waiting Period પુરો થયેલ ન હોવાથી ફરિયાદીને કલેઈમ મળવાપાત્ર નથી.

ફરિયાદી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઇ/ પ્રાચી અર્પિત દેસાઇ ઇશાન શ્રેયસ દેસાઇએ ગ્રાહક કમિશન સમક્ષ રજુઆત કરતા જણાવ્યું હતું કે, અકસ્માતને કારણે જો વીમેદારને આવી ઈજા થઈ હોય તો તેનો કલેઇમ મંજૂર રાખી શકાય છે.

સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય)ના પ્રમુખ ન્યાયાધીશ પી. પી. મેખીયા અને સભ્ય ડો. તીર્થેશ મેહતાએ કરેલ હુકમમાં ફરિયાદીની ફરિયાદ અંશતઃ મંજુર રાખી ફરિયાદીને રૂા. 1,11,318/- ફરિયાદની તારીખથી વાર્ષિક 8% ના વ્યાજ સહિત તેમજ માનસિક ત્રાસ / ફરિયાદ ખર્ચ પેટે અનુક્રમે રૂા. 3,૦૦૦/- / 2,૦૦૦/- સહિત હુકમની તારીખથી દિન 30માં ચૂકવી આપવાનો વીમા કંપનીને આદેશ આપતો હુકમ કર્યો છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg
error: Content is protected !!