fbpx

25 વર્ષની વહૂની કિડની ફેલ થતા સસરાએ કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે વખાણ

Spread the love

વહૂની કિડની ફેલ થઈ તો સસરાએ એવું કામ કર્યું કે લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. 25 વર્ષીય વહૂની કિડની ફેલ થવા પર સસરાએ પોતાની એક કિડની ડોનેટ કરી દીધી. મહારાષ્ટ્રમાં ઔરંગાબાદના જાલના જિલ્લામાં કિડનીની બીમારીથી પીડિત એક 25 વર્ષીય મહિલાને તેના સસરા દ્વારા પોતાની કિડની દાન કર્યા બાદ નવું જીવન મળ્યું છે. મેડિકવર હૉસ્પિટલમાં ડૉક્ટરોની મદદથી કિડની દાન કર્યા બાદ નવું જીવન મળ્યું છે. મહિલાને 6 મહિના પહેલા કિડની ફેલ થવાની જાણકારી મળી હતી.

તેને પેશાબ કરવાની પરેશાની આવી ગઈ હતી જેથી આખા શરીરમાં સોજો આવી ગયો હતો અને હેમોપ્ટાઇસિસ (બલગમ કે કફમાં લોહી)ની સમસ્યા પણ વારંવાર થઈ રહી હતી. કેન્દ્ર પ્રમુખ (સેન્ટર હેડ) નેહાએ એક નિવેદનમાં કહ્યું હતું કે કેટલીક બાબતે આ દર્દીમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવું વાસ્તવમાં પડકારપૂર્ણ હતું કેમ કે તેનું બ્લડ ગૃપ (B પોઝિટિવ) દર્દી (O પોઝિટિવ)ના બ્લડ ગૃપને અનુકૂળ નહોતું. કોઈ અન્ય દાતાની ઉપસ્થિતિમાં હૉસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ ટીમે ડિસેમ્બર 2021મા ABO ઇન્કમ્પેટબલ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનો પડકાર સ્વીકાર્યો.

દર્દીના કિડની ટ્રાન્સપ્લાન્ટ વચ્ચે કોરોના વાયરસના સંક્રમણના રૂપમાં વધુ એક બાધા આવી ગઈ અને આખરે 2 ફેબ્રુઆરી 2022ના રોજ સર્જરી કરવામાં આવી. ડૉક્ટરોએ કહ્યું કે હવે દાતા અને પ્રાપ્તકર્તા સ્વાસ્થ્ય સ્થિતિમાં છે અને કિડની સામાન્ય રૂપે કામ કરી રહી છે.

આ છે કિડની ખરાબ થવાના સંકેત:

કિડનીના દર્દીના પ્રથમ અવસ્થામાં પેશાબની માત્રા અને થવાના સમયમાં બદલાવ આવવા લાગે કે પેશાબ ઓછો આવવા લાગે તો તેનો સીધો સંબંધ પોતાની કિડનીની કાર્યક્ષમતા સાથે હોય શકે છે.

જો તમારા શરીરનું વજન અચાનક વધવા લાગે, શરીરમાં સોજો રહેવા લાગે, તો તમારે સાવધાન થઈ જવું જોઈએ. આ કિડની ખરાબ થવાના સંકેત હોય શકે છે.

જો તમારા શરીરમાં હિમોગ્લોબિન ઓછું બનવા લાગે જેના કારણે તમે એનિમિયાના શિકાર થઈ ગયા હોવ તો તેનો સંબંધ પોતાની કિડની ખરાબ થવા સાથે હોય શકે છે.

પેશાબનો રંગ ગાઢ થઈ જવો કે રંગમાં બદલાવ આવવો પણ કિડની ખરાબ થવાના સંકેત હોય શકે છે.

જ્યારે તમને વારંવાર પેશાબ થવાનો અનુભવ થવા લાગે પરંતુ કરવા પર ન થવું કિડની તરફ ઈશારો કરે છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!