કોંગ્રેસના નેતા પ્રિયકા ગાંધી વાડ્રાએ વાયનાડ લોકસભા ક્ષેત્રમાં થઇ રહેલી પેટાચૂંટણી માટે પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે. લોકસભામાં પ્રતિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વાયનાડ સીટ પરથી રાજીનામું આપી દીધું અને રાયબરેલી સીટ પોતાની પાસે રાખી છે. વાયનાડથી રાજીનામું આપ્યા બાદ હવે પ્રિયંકા ગાંધી વાડ્રા પહેલી વખત ચૂંટણી લડશે. 52 વર્ષીય પ્રિયંકા ગાંધીને પહેલી વખત ચૂંટણી લડવાની તક મળી છે. પ્રિયંકા ગાંધીએ ઉમેદવારી પત્ર ભર્યા બાદ તેમની સંપત્તિને લઇને વિવાદ ઊભો થઇ ગયો છે.
ભાજપે આરોપ લગાવ્યો છે કે પ્રિયંકા ગાંધીએ એફિડેવિટમાં પોતાની જમીનોની જે કિંમત બતાવી છે એ ખોટી છે. સાથે જ ભાજપે પ્રિયંકા ગાંધી વાડ્રાને એવો સવાલ પણ પૂછ્યો કે જે જમીનોને તેમણે વર્ષ 2013માં ખરીદી હતી, તેના માટે તેમની પાસે પૈસા ક્યાંથી આવ્યા હતા, તેમની આવકનો સ્ત્રોત શું હતો? પ્રિયંકા ગાંધીએ જે એફિડેવિટ દાખલ કરી છે, તે મુજબ તેમની પાસે કુલ 12 કરોડની ચલ-અચલ સંપત્તિ છે, જ્યારે તેમનાઆ પતિ પાસે કુલ સંપત્તિ 66 કરોડની છે.
પ્રિયક ગાંધીની સંપત્તિને લઇને જે વિવાદ છે એ મુજબ પ્રિયંકા ગાંધીએ પોતાના શિમલાવાળા ઘરની જમીનની કિંમત 1 કરોડ 9 લાખ 90 હજાર 666 રૂપિયા બતાવી છે. આ કિંમત એ સમયની છે જ્યારે તેમણે આ જમીન ખરીદી હતી. હવે આ જમીનની કિંમત 5 કરોડ 63 લાખ 99 હજાર થઇ ગઇ છે એટલે કે કિંમતમાં 5 ગણો વધારો થયો છે. ભાજપનો આરોપ છે કે પ્રિયંકા ગાંધી પોતાના ઘર અને જમીનની કિંમત ઓછી બતાવી રહ્યા છે. નાણાકીય વર્ષ 2023-24માં પ્રિયંકા ગાંધીની કુલ આવક 46 લાખ 39 હજાર 100 રૂપિયા છે, જ્યારે તેમના પતિની આવક 15 લાખ 9 હજાર 220 રૂપિયા છે.
પ્રિયંકા ગાંધીની આવકનો સ્ત્રોત ભાડું, બેન્કના વ્યાજ અને અન્ય રોકાણો છે. તેમની પાસે કેશ ઇન હેન્ડ માત્ર 52 હજાર રૂપિયા છે, જ્યારે તેમના પતિ પાસે 2 લાખ 18 હજાર 84 રૂપિયા છે. પ્રિયંકા ગાંધીએ જ્યારે આ જમીન ખરીદી હતી, એ સમયે પણ ખૂબ વિવાદ થયો હતો કેમ કે લેન્ડ રીફોર્મ્સ એક્ટના સેક્શન-118 હેઠળ હિમાચલ પ્રદેશમાં કોઇ પણ બાહ્ય વ્યક્તિ જમીન નહીં ખરીદી શકે. એ સમયે નિયમોમાં ઢીલાસ આપવામાં આવી હતી અને એ વાત પણ ઉઠી હતી કે પ્રિયંકા ગાંધીને ખૂબ ઓછી કિંમતે જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જ્યારે તેની બજાર કિંમત એ સમયે વધુ હતી.
પ્રિયંકા ગાંધીનું શિમલામાં જે ઘર છે એ ખૂબ સુંદર છે અને તેને ખૂબ જ શાનદાર અંદાજમાં બનાવવામાં આવ્યું છે. એ ઘરને હિમાચાલની પ્રાચીન કાષ્ઠકુણી કલા મુજબ બનાવવામાં આવ્યું છે. આ શૈલીમાં બનેલા મકાનોમાં સિમેન્ટનો ઉપાયોગ કરવામાં આવતો નથી. એ માત્ર લાકડી અને પથ્થરોના માધ્યમથી બનાવવામાં આવે છે. તેમાં ગોબર અને માટીનો પ્રયોગ થાય છે. આ ઘર પર્યાવરણને અનુકૂળ હોય છે. અને તેના પર ભૂકંપનો પ્રભાવ પણ પડતો નથી.
પ્રિયંકા ગાંધીના ઘરને લઈને પણ વિવાદ થયો હતો. તત્કાલિન વીરભદ્ર સિંહ સરકારે જમીન સુધારણા કાયદાની કલમ 118 હેઠળ નિયમો હળવા કર્યા હતા. કારણ કે આ કલમ હેઠળ બહારના લોકો હિમાચલમાં જમીન ખરીદી શકતા નથી. વર્ષ 2007માં આ જમીનની બજાર કિંમત વીઘાના લગભગ 1 કરોડ હતી, જ્યારે પ્રિયંકા ગાંધીને ઘર બનાવવા માટે 47 લાખ રૂપિયામાં 4 વીઘા જમીન આપવામાં આવી હતી. પ્રિયંકા ગાંધીને જમીન આપવા સામે હિમાચલ હાઈકોર્ટમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.