fbpx

યુવરાજે જણાવ્યું વિશ્વ ક્રિકેટના કયા બોલર વિરુદ્ધ બેટિંગ કરવું સૌથી મુશ્કેલ

Spread the love

ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર એન પોતાની વિસ્ફોટક બેટિંગથી ફેન્સના દિલો પર રાજ કરનાર અને વિપક્ષી બોલરોમાં ભયનું બીજું નામ યુવરાજ સિંહ પોતાના અંદાજ માટે વિશ્વ ક્રિકેટમાં પોતાનો પરચમ લહેરાવી ચૂક્યો છે. યુવરાજ સિંહે ભલે સંન્યાસ લઈ લીધો હોય, પરંતુ આજે પણ તેના બેટની T20 વર્લ્ડ કપ 2007માં 6 બૉલમાં 6 સિક્સની વિસ્ફોટક બેટિંગ ફેન્સના ધ્યાનમાં છે. પરંતુ કહેવાય છે કે ડર બધાને લાગે છે, ગળું બધાનું સુકાય છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલારાઉન્ડર યુવરાજ સિંહે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે તેના કરિયરમાં સૌથી મુશ્કેલ બોલર શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરન હતા. મુથૈયા મુરલીધરનની બોલિંગને સમજવી અને તેમની વિરુદ્ધ બેટિંગ કરવી તેના માટે હંમેશાં એક પડકારપૂર્ણ કામ રહ્યું છે. મુથૈયા મુરલીધરન ખૂબ ચતુર બોલર હતા. તેમની બોલિંગમાં એટલી વિવિધતા હતી કે બેટ્સમેનને ખબર જ નહોતી પડતી કે આગામી બૉલ ક્યાં જઇ શકે છે. તેમની લેગ સ્પિન અને ડમમી સ્પિન, એ બધુ ખૂબ મુશ્કેલ છે.

મુથૈયા મુરલીધરન ક્રિકેટ ઇતિહાસના સૌથી મહાન સ્પિનરોમાંથી એક ગણાય છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 800 કરતા વધુ વિકેટ લીધી છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. મુથૈયા મુરલીધરનની બોલિંગમાં તેમની વિવિધતા અને ચતુરાઇના કારણે તેમને મેદાનમાં બેટ્સમેનોના સૌથી મોટા દુશ્મન કહેવાતા હતા. યુવરાજ સિંહે ભારતીય ક્રિકેટ ટીમ માટે બધા ફોર્મેટમાં રમતા ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તેમણે વર્ષ 2011ના વર્લ્ડ કપમાં ભારતને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. યુવરાજ સિંહ માટે કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડીને વાપસી કરવું તેના જીવનનો સૌથી મોટો સંઘર્ષ હતો.

જો આપણે યુવરાજ સિંહના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે ભારત માટે 40 ટેસ્ટ, 304 વન-ડે અને 58 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે ક્રમશઃ 1900, 8701 અને 1177 રન બનાવ્યા છે, જ્યારે તેણે ભારત માટે બોલિંગ કરતા ટેસ્ટમાં 9, વન-ડેમાં 111 અને T20 ઇન્ટરનેશનલમાં 28 વિકેટ લીધી છે. તો મુથૈયા મુરલીધરનની વાત કરીએ તો તેમણે શ્રીલંકા માટે 133 ટેસ્ટ, 350 વન-ડે અને 12 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેમણે ક્રમશઃ 800, 534 અને 13 વિકેટ લીધી છે.

error: Content is protected !!