મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી એક જ તબક્કામાં 20 નવેમ્બરે થવાની છે અને 23 નવેમ્બરે પરિણામો જાહેર થવાના છે.મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકો છે અને તેના માટે કુલ 4140 ઉમેદવારો મેદાનમાં છે. જો કે સીધી જંગ તો મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે જ થવાની છે.
મહારાષ્ટ્રની સત્તાધારી પાર્ટી મહાયુતિમાં ભાજપ, શિવસેના શિંદે અને અજિત પવારની NCP સામેલ છે. જ્યારે મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ, ઉદ્ધવ શિવસેના અને શરદ પવારની NCP છે.
ભાજપે પોતાના 148 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે અને શિદે શિવસેનાએ 80 અને અજિત પવારની NCPએ 52 ઉમેદવારો ઉતાર્યા છે.
જ્યારે મહાવિકાસ અઘાડી તરફથી કોંગ્રેસે 102, શિવસેના ઉદ્ધવે 65 અને શરદ પવારની NCPએ 87 ઉમેદવારો ઉતાર્યા છે.પ્રાદેશિક પાર્ટીઓ અને અપક્ષની ભૂમિકા પણ મહત્ત્વની રહેશે.