અમેરિકામાં 5 નવેમ્બર, મંગળવારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી છે અને ડેમોક્રેટીક પાર્ટીના કમલા હેરીસ અને રિપબ્લીકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સીધો જંગ છે. ભારતીય સમય મુજબ 6 નવેમ્બરે વહેલી સવારે 4-30 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે અને પરિણામ જાહેર થતા વાર લાગશે.
અમેરિકામાં રાજનીતિક ઝુકાવને આધારે 3 શ્રેણીઓમાં રાજ્યોને કલરથી ઓળખવમાં આવે છે.
રેડ સ્ટેટસનો મતલબ છે કે આ રાજ્યોના લોકો ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લીકનને સપોર્ટ કરે છે. રિપબ્લીકનનો ઉમેદવાર અહીંથી બહુમતીથી જીતે છે. આ રાજ્યોમાં ટેક્સાસ, અલાબામા અને ઓક્લાહામા છે. બ્લુ સ્ટેટસ કમલા હેરીસની પાર્ટી ડેમોક્રેટીકને સમર્થન કરે છે અને આ રાજ્યાં કેલિફોર્નિયા, ન્યુયોર્ક,મુસાચ્યુઓટસ આવે છે. પર્પલ સ્ટેટસને સ્વીંગ સ્ટેટ અથવા બેટલ ગ્રાઉન્ડ સ્ટેટસ કહેવામાં આવે છે.આ એવા રાજ્યો છે જયા રાજનીતિક ઝુકાવ સ્પષ્ટ હોતો નથી. ફલોરીડા, ઓહાયો, પેન્સીલવેનિયા અને એરીઝોના જેવા સ્ટેટસ છે.