હવે પૈસાની અછતને કારણે દેશના હોનહાર વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ અધવચ્ચે છોડવો પડશે નહીં. કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓને આર્થિક સહાય માટે PM વિદ્યાલક્ષ્મી યોજના શરૂ કરી છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટે આ યોજના (PM-વિદ્યાલક્ષ્મી યોજના)ને મંજૂરી આપી દીધી છે. આ યોજના દ્વારા દેશના લગભગ 22 લાખ વિદ્યાર્થીઓને વાર્ષિક લાભ થશે. ઉચ્ચ અભ્યાસ માટે પૈસાની સમસ્યા નહીં રહે. આ યોજના દરેક યોગ્યતા ધરાવતા યુવાનોને સારી કોલેજમાં પ્રવેશની ખાતરી આપશે, જેઓ પૈસાના અભાવે પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડી દેતા હતા. PM વિદ્યાલક્ષ્મી યોજના દ્વારા યોગ્યતા પ્રાપ્ત વિદ્યાર્થીઓને 10 લાખ રૂપિયા સુધીની લોન સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સરકારી સૂચના અનુસાર, મિશન-લક્ષી અભિગમ દ્વારા, દેશની ટોચની 860 પ્રતિષ્ઠિત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ લેનારા પાત્ર વિદ્યાર્થીઓને શિક્ષણ લોન આપવામાં આવશે, જેનો વાર્ષિક 22 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે.
PM વિદ્યાલક્ષ્મી યોજના દેશના તે દીકરા અને દીકરીઓ માટે માર્ગ સરળ બનાવશે, જેઓ આર્થિક મુશ્કેલીઓને કારણે અભ્યાસ અધવચ્ચે છોડી દે છે. PM વિદ્યાલક્ષ્મી પહેલનો ઉદ્દેશ્ય છેલ્લા એક દાયકામાં કરવામાં આવેલા પ્રયાસોને વિસ્તૃત કરીને યુવાનો માટે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણની પહોંચને વિસ્તૃત કરવાનો છે. આ યોજના હેઠળ શિક્ષણ લોન કોઈપણ જાતની જામીનગીરી વિના અને કોઈપણ ગેરંટી વિના આપવામાં આવશે. ભારત સરકાર રૂ. 7.5 લાખ સુધીની લોનની રકમ માટે 75 ટકા ક્રેડિટ ગેરેંટી પૂરી પાડશે, જે બેંકોને તેમના કવરેજ અને વિદ્યાર્થીઓ માટે સમર્થન વધારવામાં મદદ કરશે. આ સ્કીમ હેઠળ જે વિદ્યાર્થીઓની વાર્ષિક કૌટુંબિક આવક રૂ. 8 લાખ સુધી છે તેમના માટે 10 લાખ રૂપિયા સુધીની લોન પર 3 ટકા વ્યાજ વસૂલવામાં આવશે. આ રૂ. 4.5 લાખ સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ હાલની સંપૂર્ણ વ્યાજ સબવેન્શન ઉપરાંત છે.
વિદ્યાર્થીઓએ લોન માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી પ્રક્રિયા સરળ અને પારદર્શક હશે. સરકારે એક સૂચનામાં જણાવ્યું હતું કે, ‘એક વિશેષ લોન પ્રોડક્ટ કોલેટરલ-ફ્રી, ગેરેન્ટર-ફ્રી એજ્યુકેશન લોનને સક્ષમ કરશે; એક સરળ, પારદર્શક, વિદ્યાર્થી-મૈત્રીપૂર્ણ અને સંપૂર્ણ ડિજિટલ એપ્લિકેશન પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. 7.5 લાખ સુધીની લોનની રકમ પર ભારત સરકાર દ્વારા 75 ટકા ક્રેડિટ ગેરંટી આપવામાં આવશે, જેથી બેંકોને કવરેજ વિસ્તારવામાં મદદ મળે. તે ઉપરાંત 8 લાખ સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ સ્કીમ રૂ. 10 લાખ સુધીની લોન પર લાગુ થશે 4.5 લાખ સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીઓને પહેલેથી જ આપવામાં આવી રહેલી સંપૂર્ણ વ્યાજ પર છૂટ, ઉપરાંત 3 ટકા વ્યાજ છૂટ પણ આપશે.’