fbpx

50 વર્ષ અગાઉ છપાયેલા આ સિક્કામાં થઇ હતી ભૂલ, હવે 4 કરોડમાં થઈ હરાજી

Spread the love

દરેક દેશની મુદ્રા, નોટ કે સિક્કા પર ખાસ ઓળખ સાથે ઘણી મહત્ત્વપૂર્ણ જાણકારી લખેલી હોય છે. એક અમેરિકન સિક્કો હાલના સમયમાં ચર્ચામાં છે. આ સિક્કાની ચર્ચા એટલે થઈ રહી છે કેમ કે તેની હરાજી કરવામાં આવી અને હરાજીની રકમે રેકોર્ડ બનાવી દીધો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સિક્કાની કિંમત 4 કરોડ રૂપિયા લગાવવામાં આવી છે. ગ્રેટ કલેક્શન્સ અનુસાર, અમેરિકન સિક્કો, ‘1975 નો એસ પ્રૂફ ડાઇમ’ને 506, 250 ડૉલર (4,26,74,091 રૂપિયા)માં હરાજી કરવામાં આવ્યો, જે પોતાની જાતમાં એક રેકોર્ડ છે.

વાસ્તવમાં આ એક દુર્લભ સિક્કો હતો, તેને ‘S’ ટંકસાલના ચિહ્ન વિના ભૂલથી જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે આધુનિક અમેરિકન સિક્કાઓની સૌથી વધુ માગવાળી દૂર્લભ વસ્તુઓમાંથી એક બની ગયો. રિપોર્ટ્સ મુજબ, આ સિક્કો વર્ષ 1975માં જાહેર કરવામાં આવ્યો હતો. વર્ષ 1978માં, ઓહિયોના એક વ્યક્તિ અને તેની માતાએ આ સિક્કાને શિકાગોના પ્રસિદ્વ ડીલર એફ.જે. વોલ્મર એન્ડ કંપની પાસેથી 18,200 ડૉલરમાં ખરીદ્યો અને લગભગ 50 વર્ષ સુધી પોતાની પાસે રાખ્યો. ત્યારબાદ તેમણે આ સિક્કાને ગ્રેટ કલેક્શનને સોંપી દીધો.

ગ્રેટ કલેક્શનના અધ્યક્ષ ઇયાન રસેલે કહ્યું કે, અમને દુનિયાભરમાંથી આ આધુનિક દૂર્લભ વસ્તુમાં રૂચિ મળી. જર્મની, જાપાન અને UKની સાથે USના લોકો પણ સામેલ હતા. લગભગ 200 લોકોએ બોલીઓ લગાવી હતી. આ સિક્કાની હરાજી 506, 250 ડૉલર (4,26,74,091 રૂપિયા)માં કરવામાં આવી છે. યુ.એસ. મિન્ટે વર્ષ 1975માં S મિન્ટ માર્ક સાથે 2.84 મિલિયન સિક્કા બનાવ્યા, જેનો અર્થ છે તેમને સેન ફ્રાન્સિસ્કો મિન્ટમાં ઢાળવામાં આવ્યા હતા. માત્ર 2 જ સેટ એવા મળી આવ્યા, જેમાં S મિંટનો માર્ક નહોતો. એક જ વ્યક્તિએ બંને સેટ કેલિફોર્નિયામાં શોધ્યા અને તેમને વર્ષ 1978 અને વર્ષ 1979માં વોલ્મરને વેચી દીધા હતા.

error: Content is protected !!