અમેરિકામાં રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસ સ્થાન વ્હાઇટ હાઇસ છે, પરંતુ લોકોને સવાલ છે કે ઉપરાષ્ટ્રપતિ ક્યાં રહે છે? શું તેમને પણ સત્તાવાર ઘર મળે છે કે પોતાના જ ઘરે રહે છે?
આ વખતે ઉપરાષ્ટ્રપતિ તરીકે જેડી વેંસનું નામ જાહેર કરાયું છે. અમેરિકામાં પહેલા ઉપરાષ્ટ્રપતિ માટે સત્તાવાર નિવાસ સ્થાન નહોતું, તેઓ તેમના ઘરે જ રહેતા, પરંતુ 1977માં ઉપરાષ્ટ્રપતિ બનેલા વોલ્ટર મોંડલને પહેલીવાર સત્તાવાર નિવાસ સ્થાન ફાળવવામાં આવ્યું.
વોશિંગ્ટન ડીસીમાં આવેલી અમેરિકાની સૌથી જૂની વેધશાળાના મેદાનમાં ઉપરાષ્ટ્રપતિનું ઘર છે. 1893માં આ ઘર યુએસ નેવલ ઓર્બ્ઝેવેટરીના ચેરમેન માટે બનાવવામાં આવ્યું હતું. આ ઘર 3 માળનું છે અને 12 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. આ ઘરને ક્વીન એની શૈલીમાં બનાવવામાં આવ્યું છે.