fbpx

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે RSSએ 3 નામ આપ્યા, શું PM મોદી-શાહ પસંદ કરશે?

Spread the love

લોકસભા 2024ની ચૂંટણી પત્યાને 6 મહિના થઇ ગયા પણ હજુ સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ ફાઇનલ થઇ શક્યું નથી. જાણવા મળેલી વિગત મુજબ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘે હવે એવી ચાલ ચાલી છે કે મોદી-શાહ ટેન્શનમાં આવી જાય.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે પી નડ્ડા હતા અને તેમને કેબિનેટ મંત્રી બનાવાયા એટલે આ જગ્યા ખાલી પડી છે. RSSએ સૌથી પહેલું નામ સંજય જોશીનું આપ્યું હતું, પરંતુ PM મોદી અને અમિત શાહને આ નામ કોઇ કાળે મંજૂર ન હોય. એ પછી RSSએ હવે યોગી આદિત્ય નાથ અને પ્રવિણ તોગડીયાનું નામ આપ્યું છે. સંઘે કહી દીધું છે કે, હવે આ 3માંથા કોઇ એક નામ મંજૂર કરો.

જો કે PM મોદી અને અમિત શાહ માટે આ 3 નામો મંજૂર કરી શકાય તેવી સ્થિતિ નથી, કારણકે ત્રણેય સાથે મોદી- શાહને બનતું નથી. યોગી અને તોગડીયા હિંદુત્વ વિચારધારા ધરાવતા ચહેરા છે.

error: Content is protected !!