fbpx

પોતાની જ સરકારના મંત્રી સામે BJP MLAએ કહ્યુ અધિકારી ભ્રષ્ટ, પૈસા લઈને કામ કરે છે

Spread the love

રાજસ્થાનની ભજનલાલ સરકારમાં સુનાવણી ન થવાથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્યોનો પોતાની જ સરકાર પર અસંતોષ વધતો જઈ રહ્યો છે. ભાજપના ધારાસભ્ય અનિતા ભદેલ અજમેરમાં મંત્રી સામે જ ગુસ્સે થઈ ગયા હતા. તેમણે આરોપ લગાવ્યો કે અધિકારી ભ્રષ્ટ છે. પૈસા લઈને કામ કરે છે. જો આજ પ્રકારે ચાલતું રહ્યું તો હું તેમને મારીશ. ઉલ્લેખનીય છે કે નગરિય વિકાસ અને સ્વાયત્ત શાસન મંત્રી ઝાબર સિંહ ખર્રા અજમેરમાં જનસુનાવણી માટે અહી પહોંચ્યા હતા. અહી અજમેર દક્ષિણના ધારાસભ્ય અનિતા ભદેલ ગુસ્સે ભરાઈ ગયા.

ધારાસભ્યએ કહ્યું કે, અધિકારી કોઈ પણ ભૂલ વિના ઘર અને ગોદામ સીઝ કરી રહ્યા છે. ન તો નોટિસ આપવામાં આવી રહી છે અને ન કાગળ જોવામાં આવી રહ્યા છે. ગેસ ગોદામ સીઝ થવાથી 15 હજાર ઉપભોક્તા પરેશાન છે. બધા પાસે કાયદેસર કાગળ છે. પરંતુ નાયબ કમિશનર સહિત કોઈ પણ અધિકારી ધારાસભ્યનો ફોન પણ ઉપાડતા નથી. જો ફોન કરી દીધો અને પીડિત વ્યક્તિ દ્વારા મળવા જવા પર કહે છે કે ધારાસભ્ય પાસે ફોન કરાવ્યો છે, હવે 50 હજાર રૂપિયા બીજા આપો.

ધારાસભ્ય અનિતા બદેલ જિદ્દ કરવા લાગ્યા કે મંત્રી સામે જ નાયબ કમિશનરને ફોન લગાવવામાં આવે. ફોન લગાવ્યો તો પણ ફોન ન ઉપાડ્યો. ત્યારબાદ મંત્રીએ પણ આશ્વાસન આપ્યું કે હું આ આખા મામલાને જોઈશ અને  કોઈ અધિકારી સાંભળતા નથી તો કાર્યવાહી કરીશું. જો કે, ધારાસભ્યની ફરિયાદ બાદ અજમેર વિકાસ ઓથોરિટી કમિશનરને નાયબ કમિશનરને હટાવ્યા નહીં, બસ ઝોન બદલી દીધા.

સાથે જ ગેસ ગોદામને સીઝ કરવાને લઈને મામલો ગરમાયો હતો, તેનું તાળું પણ ખોલી દેવામાં આવ્યું. ADA પ્રશાસને શુક્રવારે મોડી સાંજે જ ભરતરાજ ગૂર્જરનું ટ્રાન્સફર કિશનગઢ ઝોનમાં કરી દીધું હતું. ADA કમિશનર નિત્યા કે. એ શુક્રવારે સાંજે એક આદેશ જાહેર કરતા ત્રણેય નાયબ કમિશનરોના આંતર વિભાગીય ટ્રાન્સફર કરી દીધું. તેમ પ્રવીણ કુમારને ઝોન દક્ષિણ અને પુષ્કર, ભરતરાજ ગૂર્જરને ઝોન કિશનગઢ અને સૂર્યકાંત શર્માને ઉત્તર ઝોનમાં નાયબ કમિશનર તરીકે નિમણૂક કરવાના આદેશ આપ્યા હતા.

Leave a Reply

error: Content is protected !!