fbpx

આ BJP નેતા કહે છે- મહારાષ્ટ્રમાં MVAની સરકાર બની તો RSS પર પ્રતિબંધ લાગશે?

Spread the love

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટ સોમૈયાએ કોંગ્રેસ અને મહાવિકાસ આઘાડી ગઠબંધન પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કોંગ્રેસ પાર્ટી પર આરોપ લગાવ્યો છે કે, ઓલ ઈન્ડિયા ઉલેમા બોર્ડ મહારાષ્ટ્રે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેને 17 માંગણીઓની યાદી મોકલી છે. તેમાંથી એક RSS પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ છે.

કોંગ્રેસે આ માંગ સ્વીકારી લીધી છે. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, ‘મહાવિકાસ અઘાડી અને કોંગ્રેસ મહારાષ્ટ્રમાં સત્તામાં આવતાની સાથે જ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ઓલ ઈન્ડિયા ઉલેમા બોર્ડ મહારાષ્ટ્રે મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેને 17 માંગણીઓની યાદી મોકલી છે. તેમાંથી RSS પર પ્રતિબંધ મૂકવાની પણ એક માંગ છે. કોંગ્રેસે આ માંગણી સ્વીકારી લીધી છે.’

હવે આ મામલે કોંગ્રેસનું નિવેદન પણ આવ્યું છે. મહારાષ્ટ્ર કોંગ્રેસે શનિવારે BJP નેતા કિરીટ સોમૈયા દ્વારા દાવો કરવામાં આવેલો પત્ર જાહેર કર્યો છે તેના પર સ્પષ્ટ ઇનકાર કર્યો હતો કે, પાર્ટીએ ઓલ ઈન્ડિયા ઉલેમા બોર્ડને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર પ્રતિબંધ મૂકવાની ખાતરી આપી છે.

કોંગ્રેસ દાવાઓને રદિયો આપવા માટે X (અગાઉ ટ્વિટર)ને આધાર બનાવ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘એક ગભરાયેલા, ભ્રષ્ટ ગઠબંધને તેની હારને જોતા જ જૂઠાણું ફેલાવવાનો આશરો લીધો છે. તેઓએ એવી અમુક વસ્તુની નકલી તસવીરો બનાવી છે, જે ક્યારેય થઇ જ નથી, એવી ઘટના કે જે ક્યારેય બની જ નથી, જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. ત્યાં સુધી કે આ પત્ર પર મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેના ખોટા હસ્તાક્ષરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, તમે ગમે તેટલું જૂઠું બોલો, તો પણ આખરે સત્ય બહાર આવી જ જશે.’

અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા તેમણે ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સના રિપોર્ટ પર પણ પ્રતિક્રિયા આપી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મુંબઈમાં બાંગ્લાદેશી અને રોહિંગ્યા સમુદાયની સંખ્યા વધી રહી છે. આ વધતી સંખ્યા શહેરના સામાજિક-અર્થતંત્રને અસર કરી રહી છે. તેમણે રિપોર્ટની એક કોપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી છે. તેમાં લખ્યું, મુંબઈમાં 2051 સુધીમાં હિન્દુઓની વસ્તી 54 ટકા ઘટી જશે, બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓની સંખ્યા વધી રહી છે. BJP નેતાએ વીડિયો શેર કરીને કહ્યું કે, PM નરેન્દ્ર મોદી કહે છે કે, એક છીએ તો સુરક્ષિત છીએ. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સનો આ અહેવાલ જે આવ્યો છે, તે કહે છે કે 2051 સુધીમાં મુંબઈમાં હિન્દુઓની વસ્તી 54 ટકા ઘટી જશે. આજે પણ મુંબઈના ઘણા એવા વિસ્તારો છે જ્યાં માત્ર બાંગ્લાદેશી મુસ્લિમો અને રોહિંગ્યા મુસ્લિમો જ દેખાય છે. તેથી જ રાહુલ ગાંધી કહે છે, વોટ જેહાદ અને CM યોગી આદિત્યનાથ કહે છે કે ‘બટેગે તો કેટેગે’.

અહીં તમને જણાવી દઈએ કે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 1961થી અત્યાર સુધી હિન્દુઓની વસ્તી 88 ટકાથી ઘટીને 2011માં 66 ટકા થઈ ગઈ છે. જ્યારે મુસ્લિમ વસ્તી 1961માં 8 ટકાથી વધીને 2011માં 21 ટકા થઈ ગઈ છે. એવો અંદાજ છે કે 2051 સુધીમાં હિંદુ વસ્તીમાં 54 ટકાનો ઘટાડો થશે અને મુસ્લિમ વસ્તીમાં લગભગ 30 ટકાનો વધારો થશે.

error: Content is protected !!