ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્રારા બાતમી ના આધારે વિદેશી દારૂ ઝડપી પાડયો
પ્રાંતિજ ના જેસગપુરા પાસે થી ૩,૬૮,૨૩૩ વિદેશી દારૂ સાથે એક ને ઝડપી પાડયો
– કુલ-૭૦૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી છ વિરૂધ્ધ ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજના જેસગપુરા પાસે થી કારમા લઈ જવાતો ૩,૩૮,૨૩૩ ના વિદેશી દારૂ સાથે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્રારા એક ઇસમો ની અટકાયત કરી તો કુલ-૬ સામે ગુનોનોધી આગળ ની તપાસ હાથ ધરી
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમ અમદાવાદ-હિંમતનગર હાઇવે ચિલોડા સર્કલ પાસે આવતા તેવોને ખાનગી બાતમી મળી કે એક કાર મા ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો જથ્થો ભરેલ છે અને તે પ્રાંતિજ ના જેસગપુરા પાસે થી પ્રસાર થઈ રહી તે સમયે તેની વોચ ગોઠવી તેનો પીછો કરી કરતા કાર ચાલક ભાગી ગયો હતો તો પોલીસે કારમા સવાર હેલ્પર આતિશ ખલાજી બરંડા ને ઝડપી લઈ કારમા તપાસ કરતા કારમાંથી જુદી-જુદી કંપની નો વિદેશી દારૂ-૯૧૭ બોટ જેની કિંમત ૩,૬૮,૨૩૩ તથા કાર ની કિંમત-૭૦૦,૦૦૦ તથા એક મોબાઇલ જેની કિંમત-૫૦૦૦ મળી કુલ-૭૦૦,૦૦૦ ના મુદામાલ સાથે એક ની અટકાયત કરી હતી અને પ્રાંતિજ પોલીસ ને સોપવામા આવ્યો હતો અને નિલેશ શાંતિલાલ ખરાડી કાર ચાલક તથા અરવિંદ હીરાલાલ મોલીયા પાયલોટીંગ કરનાર તથા પિન્ટુ ભાઇ રહે ખેરવાડા , રાજસ્થાન તથા અજાણ્યો ઈસમ વૈષ્ણોદેવી અમદાવાદ માલ લેનાર તથા ક્રેટા કાર માલિક સહિત કુલ છ સામે આઇપીસીકલમ-૬૫,(એ,ઇ),૮૧૮૩,૯૮(૨),૧૧૬(બી ) અને બીએનએસ એકટ ૩૩૬(૨),૩૩૬(૩),૩૪૦(૨),૫૪ મુજબ ગુનોનોધી આગળની તપાસ હાથ ધરી હતી
જીલ રાવલ પ્રાંતિજ