fbpx

અનિલ રૂંગટા પોલીસમાં હાજર તો રહ્યા, પરંતુ ગુનો ન નોંધાયો તે મોટો સવાલ

Spread the love

સુરતના સિટીલાઇટ રોડ પર આવેલા શિવપુજા શોપિંગ સેન્ટરના ત્રીજા માળે આવેલી જીમમાં 6 નવેમ્બરે આગની ઘટનામાં બે યુવતીના મોત થયા હતા.તપાસ કરી રહેલી પોલીસે જીમની પ્રોપર્ટીના માલિક અનિલ રૂંગટાને નિવેદન આપવા માટે નોટીસ પાઠવી હતી. શનિવારે બિલ્ડર અનિલ રૂંગટા ઉમરા પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા હતા અને પોલીસે તેમની સાડા 6 કલાક પુછપરછ કરી હતી.

જાણવા મળેલી વિગત મુજબ નિવેદન આપવા આવેલા અનિલ રૂંગટાની પોલીસે મહેમાનગતિ કરી હતી.સવાલ એ ઉભો થયો છે કે RSSના નામે ચરી ખાતા અને વિશ્વ હિંદુ પરિષદ, સુરતના પ્રમુખ અનિલ રૂંગટાની સામે પોલીસે ગુનો કેમ ન નોંધ્યો?

જીમ-11ની પ્રોપર્ટી અનિલ રૂંગટાએ ખરીદેલી છે તો ફાયર NOC રિન્યુ કરાવવાની જવાબદારી કોની? એવી ચર્ચા છે કે પોલીસ રૂંગટાને ક્લીનચીટ આપવાની તૈયારી કરી રહી છે.

Leave a Reply

error: Content is protected !!