

મહારાષ્ટ્રમાં એક મોટો વિવાદ ઉભો થયો છે. કેન્દ્ર સરકારની એસ્ટીમેટ્સ કમિટી મહારાષ્ટ્રની મુલાકાતે આવી હતી જેની સરભરા માટે મહારાષ્ટ્ર સરકારે માત્ર ભોજન પાછળ જ 30 લાખ રૂપિયા ખર્ચી નાંખતા વિવાદ ઉભો થયો છે.
કેન્દ્ર સરકાર માટે બજેટ તૈયાર કરતી અને રાજ્ય સરકારો બજેટની રકમનો યોગ્ય ઉપયોગ કરે છે કે નહી તે તપાસ કરવાનું કામ સંસદની એસ્ટીમેટ્સ કમિટીનું છે. આ કમિટી 2 દિવસની મુલાકાતે આવી હતી. સરકારે તેમના માટે ચાંદીની થાળીમાં 5000 રૂપિયાની એક ડીશની ભોજનની વ્યવસ્થા કરી હતી. કુલ 600 મહેમાનો હતા.
કોંગ્રેસને આને કારણે બોલવાનો મોકો મળી ગયો હતો. કોંગ્રેસે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર અત્યારે આર્થિંક સંકડામણનો અનુભવ કરી રહી છે તો પછી આવી શાહી પાર્ટી આપવાની શું જરૂર હતી?