fbpx

પ્રાંતિજ ના પલ્લાચર ખાતે આવેલ તક્ષશિલા વિધાલય ખાતે બાળ સાંસદ શાળા પંચાયત ની ચુંટણી યોજાઇ

Spread the love

પ્રાંતિજ ના પલ્લાચર ખાતે આવેલ તક્ષશિલા વિધાલય ખાતે બાળ સાંસદ શાળા પંચાયત ની ચુંટણી યોજાઇ
– સ્કુલ ના બાળકોએ ઉત્સાહ પૂર્વક મતદાન કર્યુ
– સ્કુલ દ્રારા વિધાનસભા , લોકસભા ની જેમ ચુંટણી પ્રકિયા જેવું જ વાતાવરણ ઉભુ કર્યુ
     


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના પલ્લાચર ખાતે આવેલ તક્ષશિલા વિધાલય ખાતે બાળ સાંસદ શાળા પંચાયત ની ચુંટણી યોજાઇ


  વિશ્વમાં મજબૂત લોકશાહી ધરાવતો દેશ ભારત છે ત્યારે ચૂંટણી પ્રક્રિયા એ લોકશાહીનો મહત્વનો ભાગ છે ત્યારે શાળામાં ભણતા બાળકો આ સમગ્ર પ્રક્રિયાને સમજી શકે અને ચૂંટણી પ્રક્રિયાના તમામ પાસાઓને અનુભવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં પ્રથમ સત્રની શરૂઆતમાં બાળ સાંસદ ચૂંટણી યોજવામાં આવે છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના પલ્લાચર ખાતે આવેલ તક્ષશિલા વિધાલય ખાતે  શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા આ બાળ સાંસદ ચૂંટણી પ્રક્રિયાને વિધાનસભા, લોકસભાની ચૂંટણી પ્રક્રિયા જેવું જ વાતાવરણ અને જરૂરી તમામ વ્યવસ્થા શાળામાં જ ઉભી કરી ચૂંટણી યોજવામાં આવી હતી જેમા ચુંટણી અધિકારી તરીકે શાળા શિક્ષક ધવલભાઇ દરજી દ્રારા ચાર્જ સભાળ્યો હતો તો ૪૭૦ વિદ્યાર્થીઓથી વધુની સંખ્યા ધરાવતી આ શાળાના બાળકોને જ પોલિંગ સ્ટાફના તમામ હોદ્દા, પોલીસ વિભાગના હોદ્દા, કાઉન્ટિંગ સ્ટાફ તેમજ ચૂંટણી પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણોનો ઉપયોગ સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી શાળામાં ભણતા બાળકોને બેલેટ પેપર અંગે જાણકારી મળી શકે તે માટે શાળાના જીએસની ચૂંટણી બેલેટ પેપર અને એલ આર ની ચૂંટણી  પણ બેલેટ પેપર ની મદદત થી મતદાન કરીને યોજવામાં આવી હતી શાળાના વિધાર્થીઓ પુખ્ત વયે ચૂંટણી અંગેના બંધારણીય હકો તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સમજી અને અનુભવી શકે તે માટે કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓ ને લઈને બાળકો પણ આનંદિત અને ઉત્સાહી થઈને સમગ્ર પ્રકિયામાં જોડાયા હતાં જેમા ધોરણ ૫ મા થી ૮  LR ઉમેદવાર-૫ GS ઉમેદવાર-૭ કુલ મતદારો-૨૬૦  , શિક્ષક મતદારો-૧૯ જયારે ધોરણ ૯-૧૦ LR ઉમેદવાર-૬ ,GS ઉમેદવાર-૪ કુલ મતદારો-૨૧૦ , શિક્ષક મતદારો-૭ તો ધોરણ ૫ થી ૮ મા આચાર્ય મુકેશભાઇ યશવંતલાલ તથા માધ્યમિક મા-૯થી ૧૦ મા પટેલ વિનોદભાઇ મથુરભાઇ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ તો પરિણામ સોમવાર ને ૨૮|૭|૨૦૨૫ ના રોજ મતગણતરી હાથ ધરાશે અને પરિણામ જાહેર કરવામા આવશે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!