
હિંમતનગર ખાતે ખાતર વિક્ર્તા શિબિર તથા નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો
– ૧૦૦ થી વધુ રાસાયણિક ખાતર વિક્ર્તાઓ શિબિર મા ઉપસ્થિત રહ્યા
– નિવૃત્ત થઈ રહેલ એચ સી દવે ને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી
જીએનએફસી લિમિટેડ ભરૂચ દ્રારા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે એક રાસાયણિક ખાતર વિક્રેતાઓ ની શિબિર તેમજ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા મા છેલ્લા ૧૯ વર્ષ સુધી કાર્યરત એવા એચસી દવે નો નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો





હિંમતનગર ખાતે એક રાસાયણિક ખાતર વિક્રેતા શિબિર તેમજ સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં છેલ્લા 19 વર્ષ સુધી કાર્યરત એવા એચ સી દવે નો નિવૃત્તિ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલ એમાં ઉપસ્થિત સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના 100 થી વધુ રાસાયણિક ખાતર વિક્રેતાઓ તેમજ ગુજરાત સરકારના અધિકારીઓ અને કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહેલ દીપ પ્રાગટ્ય બાદ કંપનીના જિલ્લાના પ્રતિનિધિ એચસી દવે દ્વારા સમગ્ર વિક્ર્તાઓ તેમજ અધિકારીઓનું સ્વાગત બાદ રાસાયણિક ખાતરના વેચાણ અંગેની વિગતવાર માહિતી તેમજ વિશ્વ લેવલે ખાતરના વધતા ભાવ અંગે વિક્રેતાઓને અવગત કરાવેલ તેમજ સરકારના આદેશ મુજબ રાસાયણિક ખાતરનો સ્ટોક નિયમિત રીતે પીઓએસ માંથી કાઢવાની ભલામણ કરેલ કંપનીના મેનેજર કે કે પટેલિયા દ્વારા રાસાયણિક ખાતરમાં ડીએપી નો ઉપયોગ ઘટાડી અન્ય એનપીકે ખાતરો વાપરવા તરફ ખેડૂતોને સમજાવવા વિક્રેતાઓને આગ્રહ કરેલ તેમજ પીએમ પ્રણામ યોજના વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડેલ જિલ્લાના નાયબ ખેતી નિયામક દ્વારા સરકાર ના નિયમ મુજબ ખાતર વિતરણ કરવાની ભારપૂર્વક સલાહ આપવામાં આવેલ.સભાના બીજા ભાગમાં કંપનીના સિનિયર મેનેજર એચ સી દવે કે જેઓ 31 જુલાઈ 2025 ના રોજ રીટાયર્ડ થઈ રહ્યા હોવાથી તેમનું તિલક તેમજ વિવિધ ઉપહાર દ્વારા સ્વાગત કરવામાં આવેલ.ઉપસ્થિત વિક્ર્તાઓ દ્વારા એચ સી દવે ની સેવાને બિરદાવવામાં આવી તેમજ રિટાયર્ડ મેન્ટ ની શુભકામનાઓ પાઠવવામાં આવી આજની સભામાં સીએચસી દવે ના વિદાય સમારંભ વિવિધ કંપનીઓના જિલ્લા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ તેમજ તેમના દ્વારા કરવામાં આવેલ સેવાઓને બિરદાવવામાં આવેલ. આ પ્રસંગને બિરદાવવા કંપનીના રિટાયર્ડ થયેલા કંપનીના વિવિધ અધિકારી ઓ પણ હાજર રહેલ તેમજ ન આવી શકેલ અધિકારીઓ દ્વારા વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી શુભકામનાઓ પાઠવવામાં આવેલ સમગ્ર સભાનું સુંદર આયોજન તેમજ સંચાલન મનન પંચાલ જીએનએફસી ઇડર, ઇન્ચાર્જ દ્વારા કરવામાં આવેલ
જીલ રાવલ સાબરકાંઠા

