આખા ગામને ફાયર NOC માટે ધમકાવતી પોલીસ પોતે જ ફાયર NOC ન રાખતી હોય તો એ વાત આંચકાજનક છે. અમદાવાદમાં 146 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી હાઇટેક પોલીસ કમિશ્નર કચેરીમાં જ NOC નથી. શાહીબાગ ખાતે બનેલી 18000 ચો.મી વિસ્તારમાં અને 7 માળની પોલીસ કમિશ્નર કચેરીનું હજુ દોઢ મહિના પહેલા જ ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. હજારો પોલીસ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.
અમદાવાદના ઇન્ચાર્જ ફાયર ઓફિરસ મિથુન મિસ્ત્રીએ કહ્યું કે, ઉદઘાટનના એક મહિના પહેલાં કોન્ટ્રાકટર દ્વારા ફાયર NOC માટે અરજી કરવામાં આવી હતી. પરંતુ જ્યારે અધિકારીઓએ સ્થળ પર નિરિક્ષણ કર્યું ત્યારે કેટલીક ખામીઓ હતી જે સુધારવા કહેવામાં આવ્યું હતું. અત્યારે પોલીસ કમિશ્નર કચેરીમાં ફાયર NOC નથી. બે મહિનામાં સુધારા કરવાની લેખિતમાં ખાત્રી આપવામાં આવી હતી છતા હજુ સુધારાનો રિપોર્ટ આવ્યો નથી.