પ્રાંતિજ બીઝેડ ઓફીસ ખાતે સીઆઈડી ક્રાઈમની ટીમ પહોંચી
– રોકાણકારે ફરિયાદ નોંધાવ્યા બાદ સર્ચ કાર્યવાહી હાથ ધરી
– એપ્રોચરોડ પર આવેલ બીઝેડ ગ્રુપની ઓફિસે તપાસ હાથ ધરી
– સીઆઈડી ટીમ દ્રારા પ્રાંતિજ ખાતે આવેલ બીઝેડ ઓફીસ નુ તાળુ તોડી કાર્યવાહી હાથધરી
– દુકાન માલિક તથા સાક્ષીઓને સાથે રાખી ને કાર્યવાહી હાથ ધરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ બીઝેડ ગુપ ની ઓફીસ ખાતે ગાંધીનગર સી.આઇ.ડી.ક્રાઈમ પોહચી હતી અને બંધ ઓફીસ ના તાળા તોડી આગળની કાર્યવાહી હાથધરી
પ્રાંતિજ ના પલ્લાચર ખાતે રહેતા રોકાણ કાર સુરેશભાઇ વણકર દ્રારા બીઝેડ ગુપ ના સીઇઓ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા ગામ અડપોદરા તા.હિંમતનગર જિ સાબરકાંઠા તથા નિકેશ પટેલ ગામ કતપુર તા.પ્રાંતિજ જિ સાબરકાંઠા વિરૂધ્ધ નામજોગ ફરિયાદ તથા એજન્ટ તથા તપાસ મા મળી આવે તે લોકો ની ફરિયાદ સામે ફરિયાદ કરી હતી જે ફરિયાદ ને લઈ ને ગાંધીનગર સી.આઇ.ડી.ક્રાઈમ પીઆઈ એ.આર.ડામોર સહિત ટીમ દ્રારા પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ સિધ્ધિ વિનાયક કોમ્પલેક્ષ મા આવેલ બીઝેડ ની બંધ ઓફીસ ખાતે કાર્યવાહી હાથ ધરવામા આવી છે જેમા બીઝેડ ની ઓફીસ નુ તાળુ કટર મશીન થી તોડવામા આવ્યુ હતુ જેમા બીઝેડ ઓફીસ માટે ભાડે આપનાર દુકાન માલિક જીતેન્દ્ર કુમાર બાબુભાઈ પટેલ ગામ રસુલપુર તા.પ્રાંતિજ , જિ સાબરકાંઠા તથા બીઝેડ ઓફીસ ની બાજુમા આવેલ દુકાન પડોશી તથા સાક્ષીઓને સાથે રાખીને ઓફીસ નુ તાળુ તોડવામા આવ્યુ હતુ અને સી.આઇ.ડી.ક્રાઈમ ટીમ દ્રારા ઓફીસ મા વિડિયો ગ્રાફી સાથે તપાસ હાથ ધરી હતી જેમા ઓફીસ માંથી લાયસન્સ ના ફોટા સહિત ના કાગળકીય દસ્તાવેજ જપ્ત કર્યા હતા અને ગાંધીનગર સી.આઇ.ડી.ક્રાઈમ દ્રારા પાસે લઈ જવામા આવ્યા હતા
જીલ રાવલ પ્રાંતિજ