fbpx

IRS ઓફિસર છું કહીને સરકારી નોકરી કરતી 25 યુવતીઓને ફસાવી, આવી લાલચ આપતો

Spread the love

જયપુર પોલીસે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના નકલી ઝોનલ ડિરેક્ટરની ધરપકડ કરી છે. આ વ્યક્તિ IRS એટલે કે ભારતીય મહેસૂલ સેવાનો અધિકારી હોવાનો દાવો કરી રહ્યો હતો અને પોસ્ટિંગ જયપુર હોવાનું બતાવતો હતો. નકલી ઓફિસર બનેલા વ્યક્તિએ ઘણી છોકરીઓને પોતાની જાળમાં ફસાવી હતી. તે મોટા અધિકારી હોવાનું નાટક કરીને છોકરીઓ પાસેથી પૈસા પડાવતો હતો. નવાઈની વાત તો એ છે કે, તેણે સરકારી નોકરી કરતી ઘણી છોકરીઓને પોતાની જાળમાં ફસાવી રાખી હતી. જ્યારે તે જયપુરમાં એક યુવતીને મળવા આવ્યો ત્યારે પોલીસે તેને હોટલના રૂમમાંથી પકડી લીધો હતો.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની મહિલા સબ ઇન્સ્પેક્ટર કૃતિકા ગોયલે જયપુરના વિદ્યાધર નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. કૃતિકાએ આરોપ લગાવ્યો હતો કે, કોઈ તેના ભાઈ અને એક સહેલીને મેસેજ મોકલી રહ્યું છે, જે પોતાને જયપુરના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડિરેક્ટર સર્વેશ કુમાવત કહે છે. મોબાઈલ પર ચેટ કરતી વખતે તે વર્ષ 2020 બેચનો IRS ઓફિસર હોવાનો દાવો કરી રહ્યો હતો. જો કે કનિકા ગોયલ એક જ વિભાગમાં હોવાથી તે તમામ ઉચ્ચ અધિકારીઓને ઓળખે છે. કનિકાએ વિદ્યાધર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 9 નવેમ્બર શનિવારના રોજ જ્યારે સર્વેશ એક યુવતીને મળવા જયપુર આવ્યો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી.

વિદ્યાધર નગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાકેશ ખ્યાલીયાએ જણાવ્યું કે, આરોપી વ્યક્તિ ખૂબ જ હોશિયાર છે. તે ઓફિસર હોવાનું નાટક કરીને છોકરીઓને પોતાની જાળમાં ફસાવતો હતો. તે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ઘણી યુવતીઓ સાથે ચેટ કરતો હતો. તેની મોબાઈલ હિસ્ટ્રી ચેક કર્યા પછી જાણવા મળ્યું કે, તેણે 25થી વધુ છોકરીઓને ફસાવી હતી, જેમાંથી ત્રણ યુવતીઓ જયપુરની હતી. આ નકલી અધિકારીની જાળમાં ફસાયેલી મોટાભાગની છોકરીઓ સરકારી નોકરી કરી રહી છે. શનિવારે 9 ઓક્ટોબરે તે એક છોકરીને મળવા જયપુર આવ્યો હતો. આરોપી અજમેર રોડ પરની એક હોટલના રૂમમાંથી ઝડપાયો હતો. આરોપી વ્યક્તિ ઉજ્જૈન (મધ્યપ્રદેશ)નો રહેવાસી છે. તેના મોબાઈલમાં યુવતીઓ સાથે અશ્લીલ ચેટ પણ મળી આવી હતી.

નવાઈની વાત એ છે કે, પકડાયેલ આરોપી યુવતીઓ પાસેથી પૈસા પડાવતો હતો. તે કહેતો હતો કે તેનું એકાઉન્ટ બ્લોક થઈ ગયું છે અને તેને પૈસાની જરૂર છે. તે ઈમરજન્સીના બહાને પૈસા લેતો અને આપતી વખતમાં ઘણા દિવસો સુધી તેણે ટાળતો રહેતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ એક ડઝન યુવતીઓ પાસેથી પૈસા પડાવી લીધા છે. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટના DP પર પણ એવો ઉલ્લેખ કર્યો છે કે, તે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના આસિસ્ટન્ટ ડિરેક્ટર સર્વેશ કુમાવત છે, જ્યારે તે નામનો કોઈ અધિકારી છે જ નહીં.

Leave a Reply

error: Content is protected !!