fbpx

મહારાષ્ટ્રમાં ચૂંટણી લડી રહેલી મૂળ ગુજરાતની શાઇના વિશે જાણો

Spread the love

મહારાષ્ટ્રમાં શિંદે શિવસેનાની ટિકિટ પર મુંબાદેવીથી વિધાનસભાની ચૂંટણી લડી રહેલા શાઇના NC અત્યારે ચર્ચામાં છે. તેમણે વર્ષો સુધી ભાજપ સાથે કામ કર્યા પછી જ્યારે તાજેતરમાં શિંદે શિવસેનામાં જોડાયા ત્યારે ઉદ્ધવ શિવસેનાના એક નેતાએ એવું નિવેદન આપ્યું હતું કે અહીં ઇમ્પોર્ટેડ માલ ચાલતો નથી.

શાઇના એ મુંબઇના પૂર્વ શેરીફ નાના ચુડાસમાના દીકરી છે. 2004માં શાઇના ભાજપમાં જોડાયા હતા અને જુદા જુદા પદ મેળવ્યા પછી તાજેતરમાં શિંદે શિવસેનામાં જોડાયા હતા.

શાઇના જાણીતા ફેશન ડિઝાઇનર છે અને 54 અલગ અલગ રીતે સાડી પહેરવાને કારણે તેમને લોકો ક્વીન ઓફ ડ્રેપ્સ તરીકે ઓળખે છે. તેમના નામે સૌથી ઝડપી સાડી પહેરવાનો ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ છે. સાયનાના પિતા નાના ચુડાસમાં મૂળ સૌરાષ્ટ્રના ગુજરાતી રાજપૂત પરિવારના છે અને માતા મુનિરા દાઉદી વ્હોરા સમાજના છે. મુનિરાએ પોતે  લાંબા સમય સુધી ફેશન ડિઝાઇનર તરીકે કામ કર્યું છે.

error: Content is protected !!