ગુજરાતના દરિયામાં દેશનૌ સૌથી લાંબો 30 કિ.મીનો બ્રીજ બની રહ્યો છે જેને કારણે ભાવનગરથી સુરતનું અંતર ખાસ્સું ઘટી જશે. સુરતમાં સૌરાષ્ટ્રથી આવીને લાખો રત્નકલાકારો વસેલા છે,
મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ અને ભારતમાલા પરિયોજના એન્ડ સ્પેશિયલ પ્રોજેક્ટ સેલ દ્રારા દેશમાં 8 પ્રોજેક્ટ લોંચ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 ગુજરાતને મળ્યા છે.
(1)જામનગરથી વાયા રાજકોટ થઇને ભાવનગર સુધી 248 કિલોમીટરનો એક્સપ્રેસ વે બનશે (2) ભાવનગરથી ભરૂચ 68 કિ.મીનો એક્સપ્રેસ વે અને દરિયામાં 30 કિ.મીનો સૌથી લાંબો બ્રીજ બનવાનો છે.
સૌરાષ્ટ્રમાં સૌથી મોટો ફાયદો ભાવનગરને થવાનો છે, કારણકે ભાવનગરથી સુરત ફરીને આવવું પડે છે. અત્યારે બાય રોડ ભાવનગરથી સુરતનું અંતર 357 કિ.મી. થાય છે. પ્રોજેક્ટ બન્યા પછી આ અંતર માત્ર 114 કિ.મીનું થઇ જશે, મતલબ કે, 243 કિ.મી જેટલું અંતર ઘટી જશે. ભાવનગરથી સુરત 2થી 3 કલાકમાં આવી શકાશે.