fbpx

ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, જે દિવસે દરેક મંદિરોમાં મસ્જિદ બની જશે

Spread the love

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર અને કથાકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આ દરમિયાન, તેમણે વધુ એક નિવેદન આપ્યું છે, જે ચર્ચાનો વિષય છે. તેમણે કહ્યું છે કે જે દિવસે મુસ્લિમો 50 ટકા થઈ જશે, દરેક મંદિરમાં મસ્જિદ બનાવવામાં આવશે, ત્યારે હિન્દુઓને ખબર પડશે.

એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ વાત કહી હતી. એક અન્ય ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, ભારતમાં હિંદુ સમાની વચ્ચે એકજૂટતાનો સંદેશ લઇને તેઓ ટુંક સમયમાં આખા દેશમાં પદ યાત્રાએ નિકળવાના છે.તેમણે કહ્યું કે, ભારતને એક કરવા, હું જ્ઞાતિવાદ, ભેદભાવ, અસ્પૃશ્યતા, ઉચ્ચ-નીચ, ઉચ્ચ અને પછાત સંઘર્ષનો અંત લાવવા પદયાત્રા કરવાનો છું.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, મંદિરોની બહાર એવું લખવામાં આવે છે કે ચપ્પલ ઉતારવા જોઈએ, પરંતુ એવું નથી લખવામાં આવ્યું કે લોકોએ તેમના જાતિ સંબંધિત કપડાં ઉતારવા જોઈએ. મારી વિચારધારા ઘણી અલગ છે, હું ભારતને બચાવવા માંગુ છું.

અગાઉ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર, પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અખિલ ભારતીય અખાડા પરિષદની મહાકુંભમાં બિન-સનાતનીઓને ખાદ્યપદાર્થોની દુકાનો ખોલવાની મંજૂરી ન આપવી જોઈએ તેવી માંગને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, શું આપણા ગરીબ હિન્દુ ભાઈઓને મક્કા-મદીનામાં દુકાન મળી શકે છે?. શું કોઈ હિન્દુ ચર્ચની સામે મીણબત્તીની દુકાન લગાવી શકે છે? તેમણે કહ્યું કે, બંનેનો જવાબ ના છે.

શાસ્ત્રીઅ કહ્યું કે, જો તમને અમારા ધર્મ વિશે ખબર નથી, જો તમને સંગમ વિશે ખબર નથી, તમે સત્સંગ વિશે જાણતા નતી તો તમે ત્યાં બિઝનેસ કરીને શું કરશો? શું તમે અમારી પવિત્રતાને જાળવી શકશો? આમાં આપણે ખોટું શું કહ્યું? લોકોએ હંગામો મચાવ્યો કારણ કે અમે અખિલ ભારતીય અખાડા પરિષદને સમર્થન આપ્યું હતું.

Leave a Reply

error: Content is protected !!