પ્રાંતિજના પોગલુ રામજી મંદિર ખાતે તુલસી વિવાહ નો કાર્યક્રમ યોજાયો
– રામજી મંદિરના મહિલા મંડળ દ્રારા આયોજન કરવામા આવ્યુ
– મંડળ ના પ્રમુખ તથા મંડળ ના સભ્યો દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા ના પોગલુ ખાતે આવેલ રામજી મંદિર ખાતે તુલસી વિવાહ નો કાર્યક્રમ યોજાયો
કારતક મહિનામાં તુલસી વિવાહ નો મહિમા અપરંપાર છે અને એટલે જ ભક્તો દ્વારા દર વર્ષે તુલસી વિવાહ ધામધૂમથી ઉજવીને ધન્ય બને છે સાબરકાઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામના રામજી મંદિર ખાતે રામજી મંદિર ના મહિલા મંડળ દ્વારા આજે ભગવાન શાલીગ્રામ અને તુલસી માતાજી ના વિવાહનું સુંદર આયોજન બહેનો દ્વારા કરવામાં આવ્યું હતુ જેમા કિમતીબેન રતિભાઇ ના ધરે થી મામેરૂ રામજી મંદિર મા આવ્યુ હતુ તો કૃષ્ણ ભગવાન ના યજમાન પટેલ સંજયભાઇ દેવજીભાઇ ના ધરે થી ભગવાન નો વરધોડો વાજતે ગાજતે નિકળ્યો હતો અને તુલસીમાતા ના યજમાન પટેલ અમિત કુમાર રમેશભાઇ ના ધરે પોહચ્યો હતો અને તુલસી માતાને લઈ ને રામજી મંદિરે વરધોડો પોહચ્યો હતો અને ત્યારબાદ રામજી મંદિર ખાતે તુલસી વિવાહ યોજાયા હતા તો આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા પણ તુલસી વિવાહ મા ઉપસ્થિત રહીને ધર્મપ્રેમી લોકો નો ઉત્સાહ વધારવાની સાથે પોતે તુલસી વિવાહ મા ઉપસ્થિત રહ્યા હતા અને રામજી મંદિર મા બિરાજમાન ભગવાન રામજી ના દર્શન કરી પોતે ધન્યતા અનુભવી હતી તો મંહિલા મંડળ ના પ્રમુખ દક્ષાબેન મુકેશભાઇ પટેલ તથા મંડળ ની બહેનો દ્રારા દરવર્ષ ની જેમ આ વર્ષેપણ તુલસી વિવાહ નુ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ અને ભગવાન શાલીગ્રામ અને તુલસી માતાજી ને ધામધૂમથી પરણાવી ભક્તિ સાથે ભગવાન અને માતાજી ના લગ્નની અનોખી અનુભૂતિ કરી હતી ગામના આગેવાનો ગ્રામજનો હાજર રહી તુલસી વિવાહ નો આનંદ માણ્યો હતો
જીલ રાવલ પ્રાંતિજ