fbpx

બ્રાઝીલના ફર્સ્ટ લેડીએ એલન મસ્કને અપશબ્દો કહ્યા, મસ્કે આપી પ્રતિક્રિયા

Spread the love

અબજપતિ એલન મસ્ક અને બ્રાઝિલ વચ્ચે 36નો આંકડો છે તે જગજાહેર છે. થોડા સમય પહેલા તો ટ્વીટરને બ્રાઝિલમાં બેન કરી દેવામાં આવ્યું હતું, તો હવે બ્રાઝિલના પ્રેસિડન્ટના પત્ની અને એલન મસ્ક વચ્ચે મગજમારી થતી જોવા મળી રહી છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડી સિલ્વાની પત્ની એટલે કે બ્રાઝિલના ફર્સ્ટ લેડી જાન્જા લૂલા ડી સિલ્વાએ G20ના એક કાર્યક્રમમાં અબજપતિ એલન મસ્ક માટે ખરાબ શબ્દો કહ્યા હતા. જાન્જાએ આ વાત ત્યારે કહી જ્યારે તેઓ સોશિયલ મીડિયાને નિયંત્રિત કરવાની વાત કરી રહ્યા હતા, જેથી ખોટી માહિતીને ફેલાતા રોકી શકાય.

એક કાર્યક્રમને સંબોધિત કરતા હતા ત્યારે જાન્જાને એક વિમાનનો અવાજ સંભળાયો અને તેમણે મજાકમાં કરતા કહ્યું- મને લાગે છે આ એલન મસ્ક છે, પછી જાન્જાએ કહ્યું- હું તમારાથી નથી ડરતી, ફ….યૂ, એલન મસ્ક.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને એલન મસ્ક સુધી પણ પહોંચી ગયો હતો. ત્યારે એલન મસ્કે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા વીડિયોમાં હાસ્યનું ઈમોજી આપ્યું હતું. એક અન્ય પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, બ્રાઝિલમાં તેઓ આગામી ચૂંટણી હારવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે એક મહિના પહેલા ફેક ન્યૂઝ ફેલાવવાના આરોપમાં બ્રાઝિલમાં X એટલે કે ટ્વીટરને બેન કરી દેવામાં આવ્યું હતું.

Leave a Reply

error: Content is protected !!