પ્રાંતિજ-તલોદ ના વિધાર્થીઓએ કરાટે મા ગોલ્ડ મેડલ -સિલ્વર મેડલ જીત્યા
- એકલવ્ય ફાઉન્ડેશન મા ટ્રેનિંગ લેતા વિધાર્થીઓએ કરાટે મા મેડલ જીત્યા
- કરાટે કોચ ને પણ બેસ્ટ માર્શલ આર્ટિસ્ટ ઓફ ધ યર બી એવોર્ડ થી સન્માનિત
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે કાર્યરત એકલવ્ય ફાઉન્ડેશન દ્રારા ટ્રેનિંગ લેતા પ્રાંતિજ-તલોદ ના વિધાર્થીઓ કરાટે મા ગોલ્ડ મેડલ તથા સિલ્વર મેડલ જીત્યા સંસ્થા તથા પરિવાર સમાજ નુ નામ રોશન કર્યુ
અમદાવાદ બીબીપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ૨૪ મી નેશનલ વું શું કુંગ ફું ચેમ્પિયનશીપ યોજાઈ હતી જેમાં અલગ અલગ જગ્યા એ થી ૩૦૦ જેટલા બાળકો ભાગ લીધો હતો તો એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા ટ્રેનિંગ લેતા સાબરાંઠાના પ્રાંતિજ ૨ અને તલોદ કીડ્સ જી સ્કૂલ ના બે કરાટે ના વિધાર્થી ઓ એ ભાગ લીધો હતો તેમાં પ્રાંતિજના આરવ સોનીએ બે ગોલ્ડ મેડલ કાતામા , રાધે સુખડીયા ફાઇટમાં ગોલ્ડ મેડલ, જાહનવિબા પઢિયાર ગોલ્ડ મેડલ , ધીમહિ પટેલ સિલ્વર મેડલ મેળવ્યો હતો તો કરાટે કોચ હાર્દિક ભાઇ બ્રહ્મભટ્ટ ને પણ બેસ્ટ માર્શલઆર્ટિસ્ટ ઓફ ધ યર બી એવોર્ડ મળ્યો હતો તો સાબરકાંઠા લોકસભા ના સાંસદ શોભનાબેન બારૈયા તેમજ પૂર્વ ધારસભ્ય મહેન્દ્રસિંહજી બારૈયા દ્વારા બાળકોને અને કોચને અભિનંદન પાઠવ્યા હતા તો આજ રીતે સાબરકાંઠા અને ગુજરાત નું નામ બાળકો વધારતા રહે તેવી શુભકામનાઓ પાઠવી તો સમગ્ર ચેમ્પિયન શીપનુ આયોજન વુશુ કુંગ ફું ફેબેશન ઓફ ઈન્ડિયાના જર્નલ સેકેટરી ગજાનંદ રાજપુત દ્રારા કરવામા આવ્યુ હતુ
જીલ રાવલ પ્રાંતિજ