fbpx

મહારાષ્ટ્રમાં ખેડૂતોને દેવું માફ, ગુજરાતનો શું વાંક?

Spread the love

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને લોભાવવા માટે રાજકીય પાર્ટીઓ ચૂંટણી ઢંઢેરા બહાર પાડીને મોટી મોટી લ્હાણી કરવાના વચન આપ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપે ખેડુતોનું દેવું માફ કરવાનું વચન આપ્યું છે. આ વાતથી ગુજરાતના ખેડુતો ગુસ્સે ભરાયા છે. ખેડુતોનું કહેવું છે કે ભાજપને એકને ખોળ અને બીજાને ગોળ આપવાની નીતિ છે.

મહારાષ્ટ્રમાં દેવું માફ કરી શકે છે તો ગુજરાતના ખેડુતોનું ધિરાણ માફ કરવામાં ગુજરાત સરકારને કેમ જોર આવે છે? છેલ્લાં 30 વર્ષથી ખોબલે ખોબલે મત અમે આપીએ છીએ.

ખેડુતોનું કહેવું છે કે ગુજરાતમાં આ વખતે ભારે વરસાદને કારણે ખેડુતોને ભારે નુકશાન થયું છે. ખેતીની સાથે ખેતરો પણ ધોવાઇ ગયા છે. ખેડુતોની આર્થિક સ્થિતિ એટલી હદે ખરાબ થઇ ગઇ છે કે, ખાતર લેવાના પૈસા પણ બચ્યા નથી.

Leave a Reply

error: Content is protected !!