ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સંગઠનના બદલાવના સંકેત આપ્યા પછી એ વાતની ચર્ચા શરૂ થઇ છે કે, નવા પ્રદેશ પ્રમુખનો તાજ કોના શિરે આવશે? જાણકારોનું માનવું છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના છે એટલે કોઇ પાટીદાર પ્રદેશ પ્રમુખ બને તેવી શક્યતા ઓછી છે.
OBC, SC-ST અથવા તો જનરલ કેટેગરીમાંથી કોઇને ચાન્સ મળી શકે છે. અત્યારે જે નામોની ચર્ચા ચાલી રહી છે તેમાં દેવું સિંહ ચૌહાણ, જગદીશ વિશ્વકર્મા, ઉદય કાનગડ, બાબુ જેબલિયા, મયંક નાયક, રજની પટેલ, ગોરધન ઝડફિયા. આ ઉપરાંત લોકસભા 2024ની ચૂંટણી વખતે ક્ષત્રિય સમાજ નારાજ થયો હતો તો ક્ષત્રિય સમાજને પણ સ્થાન મળી શકે છે. ક્ષત્રિય સમાજમાંથી પ્રદિપસિંહ જાડેજા અને આઇ કે જાડેજાનું નામ ચર્ચામાં છે.