ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોત સિંહ સિદ્ધુએ તેમની પત્ની નવજોત કૌરના કેન્સરમાંથી સાજા થયા પછી ઘણા સમય પછી રાજકારણમાં પાછા ફરવાનો સંકેત આપ્યો છે. ગુરુવારે સિદ્ધુએ પત્ની નવજોત કૌર સાથે અમૃતસર સ્થિત તેમના ઘરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સક્રિય રાજકારણમાં પાછા ફરવાના પ્રશ્ન પર સિદ્ધુએ કહ્યું કે, કોંગ્રેસ હાઈકમાન્ડ તેનો જવાબ આપશે. સિદ્ધુએ કહ્યું કે, ભલે તે કોમેડી શો કરતા હોય, લાફ્ટર ચેલેન્જ કરી રહ્યા હોય કે ક્રિકેટ રમતા હોય, તે હંમેશા પોતાના સિદ્ધાંતો પર અડગ રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પાર્ટી હાઈકમાન્ડ દ્વારા તેમને સોંપવામાં આવેલી કોઈપણ જવાબદારી તેઓ નિભાવશે. તેમણે એમ પણ કહ્યું કે, તેમણે ક્યારેય અમૃતસર છોડ્યું નથી. તેમણે કહ્યું કે, જો હું મારા પરિવારનું ધ્યાન ન રાખી શકું, તો દુનિયાને ન્યાય કેવી રીતે અપાવીશ?
પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ ગુરુવારે કહ્યું કે, તેઓ પાર્ટી દ્વારા સોંપવામાં આવેલી કોઈપણ જવાબદારી નિભાવશે. તેમણે કહ્યું કે, તેઓના ‘સક્રિય રાજકારણ’માં પાછા ફરવા અંગે જવાબ આપવાનું હાઈકમાન્ડ પર નિર્ભર કરે છે. અહીં તમને જણાવી દઈએ કે, સિદ્ધુ લાંબા સમયથી રાજકારણથી દૂર હતા. તેમની પત્ની નવજોત કૌરે કેન્સર સામેની લડાઈ જીતી લીધા પછી સિદ્ધુએ તેમની પત્ની સાથે ફરી સક્રિય રાજકારણમાં જોડાવાનો સંકેત આપ્યો છે. પત્ની નવજોત કૌર સાથે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા સિદ્ધુએ ‘નોનીની કેન્સર જર્ની’ વિશે જણાવ્યું. તેમણે કેન્સરથી બચવાના ઉપાયો વિશે પણ જણાવ્યું. તેમણે સ્વસ્થ જીવનશૈલી જીવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
સિદ્ધુએ તમારા આહારમાં બદામનું દૂધ અને નારિયેળના દૂધનો સમાવેશ કરવાના ફાયદાઓ પર પ્રકાશ પાડ્યો. લોકોને આરોગ્યપ્રદ તેલ પર સ્વિચ કરવા, શુધ્ધ પાણી પીવા અને જંતુનાશકોથી મુક્ત શાકભાજી ખાવાની સલાહ પણ આપી છે. સિદ્ધુ દંપતીએ કેન્સરમાંથી પાછા ફરવા અંગેની ટિપ્સ શેર કરવાની ઓફર પણ કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ માને છે કે, જો તે પોતાના પરિવારને સાંભળી નહીં શકે તો તે દુનિયા સાથે ન્યાય કેવી રીતે કરી શકશે. અમૃતસરના ભૂતપૂર્વ સાંસદે કહ્યું કે, તેમની આસપાસના દરેક લોકો પરિવાર જેવા છે. આ અગાઉ તેમનું ધ્યાન પત્નીની સંભાળ લેવા પર હતું. સિદ્ધુએ કહ્યું કે, મને જે પણ ફરજ સોંપવામાં આવશે તે હું નિભાવીશ. મારા સક્રિય રાજકારણમાં પાછા ફરવા અંગે હાઈકમાન્ડે નિર્ણય લેવાનો છે.