
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી મધ્ય પ્રદેશમાં હિંદુ એકતા યાત્રા પર નિકળ્યા છે. મધ્ય પ્રદેશના છત્તરપુરમાંથી યાત્રાનો આરંભ થયો હતો અને છઠ્ઠા દિવસે યાત્રા નિવાડી જિલ્લાના ઘુઘસી ગામ પહોંચી છે. બાબા બાગેશ્વરે કહ્યું કે, જો એક કરોડ કટ્ટર હિંદુ બની જાય તો એક હજાર વર્ષ સુધી સનાતન ધર્મ સામે કોઇ આંગળી ચીંધી ન શકે. આટલી વાત સમજમાં આવે તો સારી વાત છે, નહીં તો તમારી બહેન બેટીને લવ જિહાદથી કોઇ બચાવી શકશે નહીં.
બાબાએ કહ્યું કે, મંઝીલ ત્યારે મળશે જ્યારે હિંદુઓ હિંદુસ્તાનમમાં હિંદુ રાષ્ટ્રનો ઝંડો લહેરાવશે. મંઝીલ ત્યારે મળશે જ્યારે નારી તુ નારાયણી બનશે.
તેમણે કહ્યુ કે, ગજવા-એ- હિંદ અથવા ભગવા- એ – હિંદ જે થવું હોય તે થાય, પરંતુ જલ્દી થાય
