પ્રાંતિજ ખાતે મહાઠગ ની હાટડી નુ પાટયુ પડયુ
– છેલ્લા પાંચ દિવસ થી બીઝેડ ગુપની ઓફીસ ખુલ્લી જ નથી
– બીઝેડ ઓફીસ ની પાસે આવેલ એજન્ટ નિકેશ પટેલ ની ઓફિસ પણ બંધ
– પ્રાંતિજ ના પલ્લાચર નો રોકાણ કાર પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવા પોહચ્યો
– ફરીયાદી દ્રારા પ્રાંતિજ તથા તાલુકામાંથી અંદાજે ૫૦ થી ૧૦૦ કરોડ નુ રોકાણ કર્યુ હોવાનુ જણાવ્યુ
સાબરકાંઠા ,અરવલ્લી , મહેસાણા ગુજરાત તથા રાજસ્થાન મા અનેક જગ્યાઓ ઉપર બીઝેડ ગુપ દ્રારા ઓફીસ ખોલી ૬૦૦૦ કરોડ ના ઉપર નુ કૌભાંડ કર્યુ હોવાનુ સામે આવ્યા બાદ બીઝેડ ની ગુપની અનેક હાટડીઓ મા તારાચંદ સાંકળ ચંદ ઓફીસ ના પાટીયા પડીજતા રોકાણ કારોમા ચિંન્તા મા મુકાયા છે તો કૌભાંડી મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત મોટાભાગ ના એજન્ટો ભુર્ગભ મા ઉતરી ગયા છે
સાબરકાંઠા-અરવલ્લી મહેસાણા ગુજરાત સહિત રાજસ્થાન મા પોન્ઝી સ્કીમ બંધ થતા રોકાણ કારો મા ચિંનતા ના વાદળો જોવા મલ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ એપ્રોચરોડ ઉપર આવેલ સિધ્ધી વિનાયક કોમ્પલેક્ષ મા આવેલ બીઝેડ ગુપ ની ઓફીસ તથા એજન્ટ નિકેશ પટેલ ની ઓફિસ નુ છેલ્લા પાંચ દિવસ થી તાળુ ના ખૂલતા પ્રાંતિજ સહિત તાલુકામા રહેતા રોકાણ કારોમા પણ ડબલ બનાવવાના ચક્કર મા હાલતો પાસે રહેલ મુડી ખોવાનો વારો આવ્યો છે અને ડબલ્સ ના ચક્કર મા જીરો થઈ ગયા છે ત્યારે એજન્ટો પણ ફોન ના ઉપાડતા હોવાની બુમરા પણ ઉઠવા પામી હતી ત્યારે લોભીહોય ત્યા ધુતારા ભૂખ્યા ના મળે તેવો ધાટ પ્રાંતિજ તથા તાલુકામા પણ જોવા મલ્યો છે ત્યારે પ્રાંતિજ તાલુકા ના પલ્લાચર ખાતે રહેતા પીડિત રોકાણ કાર સુરેશભાઇ વણકર દ્રારા પાંચ લાખ રૂપિયા નુ બીઝેડ ગુપ મા રોકાણ કર્યુ હતુ અને તેવો પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ફરિયાદ નોંધાવવા પોહચ્યા હતા ત્યારે તેવોએ જણાવ્યુ હતુ કે પૈસાનુ રોકાણ બાદ જુદાજુદા એગ્રિમેન્ટ કરવામા આવ્યા હતા અને એજન્ટ નિકેશ પટેલ હતા અને તેમના દ્રારા રોકાણ કરવા માટે લોભામણી જાહેરાતો આપવામા આવી હતી જેમા બીઝેડ ગુપમા ૨૦ લાખ આસપાસ નુ રોકાણ કરો તો માલદિવ્સ ની ફ્રી ટ્રીપ , ૧૦ લાખ ના રોકાણ મા ગોવાની ટ્રીપ અને લોકો પોતે ૧૦ લાખ રોકાણ કરે તો આઇફોન ગિફ્ટ આપવા જેવી લાલચ આપવામા આવી હતી ત્યારે હાલતો બીઝેડ ગુપ ના રોકાણ કારો માંથી સુરેશભાઇ વણકર બીઝેડ ગુપના પાટીયા પડીજતા પોતે રોકેલ રૂપિયા પરત મેળવવા પ્રાંતિજ પોલીસ ના દ્વાર ખખડાવવા મા આવ્યા અને બીઝેડ ગુપના સી.ઓ ભૂપેન્દ્રસિંહ તથા એજન્ટ નિકેશ પટેલ સામે ફરિયાદ નોંધાવવા માટે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે પોહચ્યા હતા જયા પ્રાંતિજ પોલીસ તથા ગાંધીનગર થી આવેલ સીઆઈડી ટીમ દ્રારા રોકાણ કાર સુરેશભાઇ વણકર નુ માત્ર નિવેદન લેવામા આવ્યુ છે અને આવનાર દિવસો મા રોકાણ કાર ની ફરિયાદ લેશે કે સાક્ષી તરીકે રજુ કરશે તેવુ સુત્રો ધ્વારા જાણવા મલી રહ્યુ છે
ગાંધીનગર સીઆઇડી ટીમ પ્રાંતિજ પહોચી |
---|
પ્રાંતિજ ના એજન્ટ તરીકે નિકેશ પટેલ નુ નામ સામે આવતા સીઆઈડી ટીમ પ્રાંતિજ તપાસ અર્થે પોહચી હતી |
તપાસ મા આવેલ સીઆઈડી અધિકારી નુ શુ કહેવુ છે |
---|
હાલ તો પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે આવેલ ફરીયાદી સુરેશભાઇ વણકર નુ અમે માત્ર નિવેદન લીધુ છે અને તેવોની અલગ થી ફરીયાદ લેવી કે અલગ થી ફરીયાદ લેવી તેવિષે ઉપલા અધિકારીઓ નિર્ણય લેશે |
એજન્ટ નિકેશ પટેલ નુ ધર તથા ઓફીસ મા છેલ્લા પાંચ દિવસ થી તાળા લટકે છે |
જીલ રાવલ પ્રાંતિજ