fbpx

ફિલીપાઇન્સની લાડી અને અંકલેશ્વરનો વર, લવસ્ટોરી જાણવા જેવી છે

Spread the love

અંકલેશ્વરમાં એક શાકભાજી વાળાની લવસ્ટોરી ચર્ચામાં છે. તેણે ફેસબુક પર ફિલીપાઇન્સની યુવતી સાથે દોસ્તી કરી, પ્રેમ કર્યો અને લગ્ન કરી લીધા છે. યુવકનું નામ પિન્ટુ પ્રસાદ છે અને તે ITI ભણેલો છે અને પિતાની દુકાને શાકભાજી વેચવાનું કામ કરે છે. તેણે ફિલાપાઇન્સની યુવતી લિંબાજેન મેગડીવની સાથે લગ્ન કર્યા છે.

જ્યારે ફેસબુક પર બંને મિત્રો બન્યા ત્યારે તેમના માટે સૌથી મોટો પ્રોબ્લેમ કોમ્યુનિકેશનનનો હતો. કારણકે, બંને અંગ્રેજી જાણતા નહોતા. પરંતુ ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કરીને બંને પ્રેમીઓએ સંવાદ શરૂ કર્યો અને મિત્રતા પ્રેમમાં પરિણમી. જ્યારે પિન્ટુ પ્રસાદે લિંબાજેનને પ્રપોઝ કર્યું અને તેણીએ હા પાડી તો પિન્ટુ ફિલીપાઇન્સ ગયો હતો અને ત્યાં 6 મહિના રહ્યો અને લિંબાજેનને પરણીને અંકલેશ્વર લઇને આવ્યો અને ફરી હિદું વીધિ મુજબ લગ્ન કર્યો.

Leave a Reply

error: Content is protected !!