રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નિવનિર્માણ સેનાએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ કોઇ ઉમેદવાર કશું ઉકાળી શક્યું નથી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી હવે રાજ ઠાકરેની પાર્ટી મનસે અને તેમના ચૂંટણી છિનવાઇ જવાની નોબત ઉભી થઇ છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કુલ 125 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ એકાદ બેને બાદ કરતા બાકીના બધા ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થઇ છે. મનસેને માત્ર 1.55 ટકા જ વોટ મળ્યા.
ચૂંટણી પંચના નિયમ મુજબ કોઇ પણ રાજકીય પાર્ટીની માન્યતા માટે ઓછામાં ઓછી એક બેઠક અને 8 ટકા વોટ અથવા 2 બેઠક અને 6 ટકા વોટ મળેલા હોવા જોઇએ. મનસેનો એક પણ ઉમેદવાર ચૂંટણી જીત્યો નથી. આવા સંજોગોમાં રાજ ઠાકરેની પાર્ટી ખતમ થઇ જશે.