ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે દિલ્હીમાં તેમના બંગલા પર 4 ડિસેમ્બરને બુધવારે મોટી પાર્ટીનું આયોજન કર્યું છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, સાંસદો અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ પટેલ હાજર રહેવાના છે.
જાણકારોનું કહેવું છે કે, સી આર પાટીલ પોતે જ ફેરવેલ પાર્ટી આપી રહ્યા છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલે 3 વર્ષ તો જવાબદારી પૂરી કરી જ, પરંતુ દોઢ વર્ષ સુધી પણ તેઓ ચાલું રહ્યા. તાજેતરમાં સી આર પાટીલે ઇશારમાં કહ્યું હતું કે, ગુજરાતના સંગઠનમાં ફેરફાર આવશે અને નવા પ્રમુખ બનશે.
સી આર પાટીલના ભોજન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આખું મંત્રી મંડળ દિલ્હી જશે. જો કે સી આર 15 જાન્યુઆરી સુધી પ્રમુખ પદે રહેશે તેવી પણ ચર્ચા છે.