fbpx

પ્રાંતિજ ના ખોડીયાર કુવા ખાતે આવેલ શ્રી બહુચર માતા ના મંદિર ખાતે અન્નકુટ ભરવામા આવ્યો

Spread the love

પ્રાંતિજ ના ખોડીયાર કુવા ખાતે આવેલ શ્રી બહુચર માતા ના મંદિર ખાતે અન્નકુટ ભરવામા આવ્યો

  • મા ના પ્રાગટય દિન ની ઉજવણી ભાવ પૂર્વક કરવામા આવી
  • માય ભકતો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહીને દર્શન કરી ધન્યતા અનુભવી

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખોડીયાર કુવા ખાતે આવેલ શ્રી બહુચર માતા ના મંદિર ખાતે માગશર સુદ બીજની ઉજવણી કરવામા આવી હતી અને અન્નકુટ ભરવામા આવ્યો હતો

પ્રાંતિજ ના ખોડીયાર કુવા ખાતે આવેલ શ્રી બહુચર માતાના મંદિર ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ માગશર સુદ બીજને રવિવાર ના દિવસે માતાજી ના પ્રાગટય દિન ની ભાવપૂર્વક ઉજવણી કરવામા આવી હતી જેમા શ્રી બહુચર માતાજી સમક્ષ અન્નકુટ ભરવામા આવ્યો હતો જેમા વિવિધ વાનગીઓ તેમજ માતાજી ને રસ પુરી ના ભોજન ધરાવવામા આવ્યા હતા શ્રી બહુચર માતાજીના મંદિર ના આગેવાન કનકભાઇ વ્યાસ તેમજ પૂજા કરનાર દેવાંગ ભાઇ વ્યાસ તેઓ એ ભકતો ના સહયોગ થી અન્નકુટ નો સુંદર આયોજન કર્યુ હતુ તો શ્રી બહુચર માતાજી માં શ્રધ્ધા ધરાવતા ભકતોની મનોકામના પૂર્ણ થયાના અનેક દાખલા પ્રચલિત છે મરધા ઉપર સવારી કરનાર મા બહુચર ના અન્ય ભકત વલ્લભ ભટ્ટ ને પણ અનેક પરચા આપતા તેમણે આનંદ ના ગરબા ની રચના કરી હતી જે આજે પણ ધરે-ધરે ગવાય છે પ્રાંતિજ ખાતે શ્રી બહુચર માતાના મંદિર મા બહુચર મા ઉપરાંત ખોડીયાર માતા મહાકાળી માતા તેમજ ગણપતિ દાદા બિરાજમાન છે તેમની બાજુમા શ્રી લક્ષ્મીજી માતા નુ મંદિર તેમજ સામે શ્રી અંબાજી માતાનુ મંદિર આવેલ હોય તો દરરોજ સવાર-સાંજ આરતી દર્શન માટે ભકતો ઉમટી પડે છે તો રોની કંસારા , દિપક રાવલ , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , જીગ્નેશભાઇ , સમીક ત્રિવેદી , શીતલબેન કંસારા , વિરલ જોષી , દિક્ષિતા જોષી , જશુભાઇ કંસારા , મીનાક્ષી બેન પટેલ વગેરે ઉપસ્થિત રહી ને અન્નકુટ તથા આરતી નો લાભ લઈ ને ધન્યતા અનુભવી હતી

જીલ રાવલ પ્રાંતિજ 

Leave a Reply

error: Content is protected !!