મહારાષ્ટ્રમાં 23 નવેમ્બરે પરિણામો જાહેર થયા અને તેમાં હારેલા ઉમેદવારોને હજુ શંકા છે કે EVMમાં ગરબડને કારણે તેઓ હારી ગયા. જે ઉમેદવારો બીજા કે ત્રીજા નંબરે રહ્યા હતા તેમણે ચૂંટણી પંચને માઇક્રો કંટ્રોલરના વેરિફેશન માટે ચૂંટણી પંચને અરજી કરી છે અને તેની ફી પેટે 66.64 લાખ રૂપિયાની રકમ પણ ભરી દીધી છે.
મહારાષ્ટ્રમાં બારામતીની સીટ પર અજીત પવાર સામે હારી ગયેલા યુગવેંદ્ર્ પવારે પણ 19 EVMની તપાસ માટે અરજી કરી છે અને ફી પેટે 8.96 લાખ રૂપિયા ભરી દીધા છે. ચૂંટણી પંચનો નિયમ છે કે, પરિણામ પછી 7 દિવસની અંદર ચૂંટણીને પડકારતી અરજી ઉમેદવાર કરી શકે છે. ચૂંટણી પંચને આ અરજી મળી ગઇ છે અને હવે માઇક્રો કંટ્રોલરનું કડક સુરક્ષા હેઠળ તપાસ થશે, જેમાં અરજી કરનાર ઉમેદવારો અને VVPT બનાવનારી કંપનીઓના એન્જિયર્સ પણ હાજર રહેશે.