પાટીદાર સમાજની બે માતબર સંસ્થાઓ ખોડલધામ અને સરદાર ધામ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ખોડલધામના ટ્ર્સ્ટી દિનેશ બાંભણીયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તેમનો આરોપ છે કે, સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધરાએ બંને સંસ્થાઓને બદનામ કરવા અને વિખવાદ ઉભો કરવા માટે સુયોનિજિત ષડયંત્ર રચ્યું હતું અને બંને સંસ્થાઓના નેતાઓ વચ્ચે કડવાશ ઉભી કરવા માટે સોપારી લીધી છે.
દિનેશ બાંભણીયાએ કહ્યું કે, એક ફાર્મ હાઉસમાં ખાનગી મીટીંગ મળી હતી જેમાં ખોડલધામ અને સરદારધામને બદનામ કરવા માટે જયંતિ સરધરાને કામ સોંપાયું છે, ટુંક સમયમાં આ પુરાવા અમે મીડિયા અને સમાજના લોકો સામે લાવીને મુકીશું.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અત્યારે જર્મની ગયા છે જેઓ સંભવત શનિવારે રાજકોટ આવી જશે.