ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હીતમાં એક મોટો નિર્ણય લીધો છે, જેને કારણે ખેડૂતોની લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ આવશે.
ભૂપેન્દ્ર દાદાએ ગુજરાતના વિવિધ વિકાસ પ્રોજેક્ટમાં જે ખેડૂતોની તમામ જમીનો સંપાદિત થઇ ગઇ છે તેમને રાહત આપતો નિર્ણય લીધો છે. ખેડૂતોએ સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે, તેમની જમીન સંપાદિત થઇ જવાને કારણે તેઓ બિન ખેડૂત બની ગયા છે અને તેમને ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર આપવામાં આવે.
મુખ્યમંત્રી તેમની વાત સ્વીકારીને કહ્યું છે કે, ખેડૂતોને પ્રમાણપત્ર મેળવવા માટે એક તક આપવામાં આવશે. જે બિનખેડૂત થયા છે તેઓ કલેક્ટરને 1 વર્ષમાં અરજી કરી શકે અને પ્રમાણપત્ર મળ્યા પછી 3 વર્ષની અંદર ખેતીને જમીન ખરીદવી પડશે.