fbpx

ભાજપના કાર્યકર ભૂપેન્દ્ર ઝાલાએ 4 વર્ષમાં 6000 કરોડનું સામ્રાજ્ય ઉભું કરી દીધું

Spread the love

સાબરકાંઠાના હિમ્મતનગરામાં BZ ફાયનાન્શીઅલ કંપની ચલાવતા અને ભાજપના કાર્યકર ભૂપેન્દ્ર ઝાલાની ઓફિસો પર તાજેતરમાં CID ક્રાઇમે દરોડા પાડ્યા હતા.ભૂપેન્દ્રએ 3 વર્ષમાં ડબલની પોન્ઝી સ્કીમ શરૂ કરી હતી.દરોડા પડ્યા ત્યારથી ભૂપેન્દ્ર ઝાલા ફરાર છે અને પોલીસે હવે તેની સામે લૂકઆઉટ નોટિસ જારી કરી છે.

ભૂપેન્દ્ર ઝાલા હજુ માત્ર 30 વર્ષનો છે અને તેણે માત્ર 4 વર્ષમાં 6000 કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ઉભું કરી દીધુ હતું, તે લોકોને લાલચ આપતો કે 5 લાખનું રોકાણ કરશો તો 32 ઇંચનું ટીવી અથવા મોબાઇલ મફત આપવામાં આવશે,. 10 લાખનું રોકાણ કરશો તો ગોવાનો પ્રવાસ મફત. તેણે BZ ઇલેકટ્રોનિક્સ, BZ ઇન્ટરનેશનલ બ્રોકીંગ, એક્સોન ફાયનાન્સ એન્ડ સિક્યોરીટી, BZ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ, BZ સંસ્કાર સ્કુલ શરૂ કરી હતી.

Leave a Reply

error: Content is protected !!