fbpx

અમેઠીથી ટિકિટ તો ન મળી, હવે વાડ્રાની નવી જાહેરાત, ટૂંક સમયમાં રાજકારણમાં આવશે

Spread the love

પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા ટૂંક સમયમાં રાજકારણમાં ડેબ્યૂ કરી શકે છે. તેણે આ તરફ ઈશારો કર્યો. તેમની પત્ની હાલમાં જ વાયનાડથી લોકસભા સભ્ય બન્યા છે. રોબર્ટ વાડ્રાએ મીડિયા સૂત્રો સાથેની તેમની વાતચીતનો જૂનો વીડિયો શેર કર્યો છે.

ગાંધી પરિવારના જમાઈ રોબર્ટ વાડ્રા ટૂંક સમયમાં રાજકારણમાં ડેબ્યુ કરી શકે છે. પ્રિયંકા ગાંધીના પતિએ મીડિયા સૂત્ર સાથેની વાતચીતનો જૂનો વીડિયો શેર કરતા આ તરફ ધ્યાન દોર્યું હતું. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વીડિયોના કેપ્શનમાં રોબર્ટ વાડ્રાએ લખ્યું છે કે, ‘હું જલ્દી જ જોડાઈશ.’ વીડિયોમાં રોબર્ટ વાડ્રાને પૂછવામાં આવ્યું કે, તમે આટલું બધું કામ કેમ કરો છો? સામાજિક કાર્ય કરો છો. શું અમે રોબર્ટ વાડ્રાને ચૂંટણીના રાજકારણમાં જોઈ શકીશું? કારણ કે મેડમ તો ચૂંટાઈને આવી ગયા છે. તેના પર વાડ્રાએ કહ્યું, ‘હમણાં તો જનતા જે ઇચ્છશે તે થશે. મારી ઈચ્છાથી કંઈ નહીં થાય. આ પ્રિયંકાનો આ સમય છે. મારો સમય નથી. હું પ્રિયંકા માટે કરીશ. મારા માટે પછીથી કરીશ. હું ખૂબ જ ખુશ છું કે વાયનાડના લોકોએ તેમને ચૂંટ્યા.’

પ્રિયંકા ગાંધી તાજેતરમાં વાયનાડથી લોકસભાના સભ્ય બન્યા છે. આ અગાઉ લોકસભા ચૂંટણી દરમિયાન રોબર્ટ વાડ્રાએ અમેઠી બેઠક પરથી ચૂંટણી લડવાનો દાવો કર્યો હતો. જોકે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેમને ટિકિટ આપી ન હતી. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહેશે કે, વાડ્રાનું આ હાલનું નિવેદન કેટલું સાચું સાબિત થાય છે. BJP પહેલાથી જ કોંગ્રેસ પર પરિવારવાદનો આરોપ લગાવતી રહી છે. જો આમ થશે તો, BJPને બંધ બેસતો મુદ્દો મળી જશે. રોબર્ટ વાડ્રાએ ભવિષ્યમાં રાજકારણમાં જોડાવાની વાત ઘણી વખત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. બીજી તરફ, રાજકીય પંડિતોએ ઘણી વખત સ્પષ્ટપણે કહ્યું છે કે, રાહુલ ગાંધી નહીં પણ પ્રિયંકા ગાંધી કોંગ્રેસ પાર્ટીના આગામી ઉત્તરાધિકારી સાબિત થઈ શકે છે.

રાજકીય રીતે કોંગ્રેસ અત્યારે એકદમ તળિયે છે. આવા સમયે જો રોબર્ટ વાડ્રા રાજકારણમાં પ્રવેશ કરશે તો પાર્ટીને નુકસાન થશે તે નિશ્ચિત છે. આમ છતાં રોબર્ટ વાડ્રા પોતાની રાજનીતિને ચમકાવવામાં વ્યસ્ત છે. પ્રિયંકા ગાંધી વાડ્રાના લોકસભાના સભ્ય બનવા પર રોબર્ટ વાડ્રાએ કહ્યું હતું કે, ‘પ્રિયંકા સાંસદ બનવા સાથે મારું સ્વપ્ન સાકાર થયું છે. હું પણ સક્રિય રાજકારણ માટે તૈયાર છું. જ્યારે કોંગ્રેસ ઈચ્છશે ત્યારે હું પણ સક્રિય રાજકારણમાં આવી જઈશ. પ્રિયંકા ગાંધી સંસદમાં તે મુદ્દાઓ ઉઠાવશે જે BJP છુપાવે છે. પ્રિયંકા ગાંધી એજન્સીઓના દુરુપયોગ અને મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવશે.’

error: Content is protected !!