.jpg?w=1110&ssl=1)
ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે 7મો અને મુખ્ય આરોપીને પકડી પાડ્યો છે, હજુ 2 આરોપીઓ ફરાર છે.
ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં પોલીસે અત્યાર સુધીમાં 6 આરોપીની ધરપકડ કરી હતી, બુધવારે 7મો આરોપી ડો. સંજય પટોડિયા ઝડપાઇ ગયો છે. પોલીસનું કહેવું છે કે, 24 દિવસથી ડો. પટોડિયા રાજકોટમાં છુપાયો હતો, જ્યારે અમદાવાદ ગોતામાં મિત્રને મળવા આવ્યો ત્યારે લોકેશનનના આધારે પકડાયો હતો. મંગળવારે ડો. સંજય પટોડિયાએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી હતી.
ડો. સંજય પટોડિયાની ગુજરાતમાં 3 હોસ્પિટલો છે. એક રાજકોટમાં ન્યુ લાઇફ હોસ્પિટલ, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ અને સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ છે. હજુ મોટો ખેલાડી ડો. કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજુ પકડાયા નથી.
