fbpx

જાન પહોંચે તે પહેલા વરરાજાની ભાભીએ કન્યાના ઘરે જઈ લગ્ન અટકાવ્યા,કહ્યું-તે મારો..

ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં લગ્નની જાન આવે તે પહેલા એવો હાઈવોલ્ટેજ ડ્રામા થયો, જેનાથી બધા ચોકી ગયા. ગોરખપુરથી લગ્નની જાન આવે તે પહેલા વરરાજાની ભાભી પોલીસને સાથે લઈને દુલ્હનના ઘરે પહોંચી ગઈ હતી અને લગ્ન અટકાવી દીધા હતા. વરરાજાની ભાભીએ દાવો કર્યો હતો કે, વરરાજા તેનો પતિ છે અને તે અન્ય કોઈ સાથે લગ્ન કરી શકે નહીં. આ ઘટનાએ કન્યાના ઘરે લગ્નના ખુશનુમા વાતાવરણને ગંભીર બનાવી દીધું.

ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લગ્નની જાન કન્યાના ઘરે પહોંચે તે પહેલા વરરાજાની ભાભી પોલીસને સાથે લઈને દુલ્હનના ઘરે પહોંચી હતી. છોકરીના ઘરે જઈને વરની ભાભી કહેવા લાગી કે, તે મારો છે. હું તેને બીજા કોઈનો થવા નહીં દઉં. આ સાંભળીને દુલ્હન પક્ષના લોકો સ્તબ્ધ થઈ ગયા. આ સમગ્ર મામલા પછી લગ્ન હાલ પૂરતા અટકાવી દેવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ગોરખપુરના શાહપુરથી જિલ્લાના નૌતનવા શહેરમાં જાન આવવાની હતી. લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. છોકરા પક્ષના જાનૈયાઓનું સ્વાગત કરવા માટે છોકરી પક્ષવાળા તૈયાર હતા. ઘરમાં લગ્નનો ખુશનુમા માહોલ હતો. બધા સગા સંબંધીઓ આવી ગયા હતા. આ દરમિયાન લગ્નની જાન ત્યાં પહોંચે તે પહેલા જ વરરાજાની ભાભી પોલીસ સાથે ત્યાં પહોંચી જતાં કન્યા પક્ષના ઘરે ખુશીનું વાતાવરણ ગંભીર બની ગયું હતું.

હકીકતમાં, આ મામલો ગોરખપુરના શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં રહેતા યુવકના લગ્ન મહારાજગંજના નૌતનવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્કી થયા હતા. વર-કન્યા બંને પક્ષ તરફથી લગ્નની બધી તૈયારીઓ થઇ ચુકી હતી. 4 ડિસેમ્બરે ગોરખપુરના શાહપુરથી લગ્નની જાન આવવાની હતી, પરંતુ લગ્નની જાન આવે તે પહેલા જ વરરાજાની ભાભી પોતાની સાથે શાહપુર પોલીસ સ્ટેશનની પોલીસને લઈને નૌતનવા દુલ્હનના ઘરે પહોંચી ગઈ હતી.

વરરાજાની ભાભીએ કહ્યું કે, તે મારો પતિ છે, તેની સાથે લગ્ન કરવાનો વિચાર છોડી દો, નહીં તો પરિણામ સારું નહીં આવે. વરરાજાની ભાભીએ જે કહ્યું તે સાંભળીને દુલ્હન પક્ષના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ સમગ્ર મામલા પછી લગ્ન હાલ પૂરતા અટકાવી દેવામાં આવ્યા છે. જ્યારે, કન્યા પક્ષની લગ્નની તમામ તૈયારીઓ એવી ને એવી જ રહી ગઈ હતી. લગ્નને કારણે ઘરમાં જે ખુશનુમા વાતાવરણ હતું તે ગંભીર બની ગયું. હાલમાં વરરાજાની ભાભીએ નૌતનવા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે.

સ્ટેશન ઈન્ચાર્જ નૌતનવા ધર્મેન્દ્ર સિંહે જણાવ્યું કે, ગોરખપુરના શાહપુર પોલીસ સ્ટેશનની પોલીસ નૌતનવા પોલીસ સ્ટેશન આવી હતી. તેઓએ અમને દસ્તાવેજો બતાવ્યા હતા, તેની અનુસાર, છોકરો પહેલેથી જ પરિણીત છે, તેની સામે ગોરખપુરમાં DP એક્ટ હેઠળ કેસ પણ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં ગોરખપુરની શાહપુર પોલીસ આ લગ્નને રોકવા માટે આવી હતી. આ પોલીસ સ્ટેશનની પોલીસ પણ ઘટનાસ્થળે સાથે ગઈ હતી. હાલમાં લગ્નને અટકાવી દેવામાં આવ્યા છે.