fbpx

ગુજરાતના 23 ધારાસભ્યો ટ્રાફિકના 35 મેમો મળ્યા છે, છતા દંડ ભરતા નથી

ગુજરાતના 182 ધારાસભ્યોમાંથી 23 ધારાસભ્યોને ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ 35 મેમો છેલ્લાં 2 વર્ષમાં મળ્યા છે, પરંતુ એકેય ધારાસભ્યએ દંડની રકમ ભરી નથી. 30 ધારાસભ્યો પાસે PUC નથી અને 31 પાસે વાહનોનો વીમો નથી.

સૌથી વધારે મેમો ભાજપના મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને મળ્યા છે. તેમને ટ્રાફિક નિયમ ભંગ માટે 8 મેમો મળ્યા છે. એ પછી શિક્ષણ મંત્રી કુબેર ભંડારીને 7, સુરત ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઇને 6, દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈનને 3, મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટને 3, કુમાર કાનાણીને 1, ચૈતન્ય દેસાઇને 2, પાયલ કુકરાણીને 3, મહેન્દ્ર પાડલિયાને 3 અને અલ્પેશ ઠાકોરને 2 મેમો મળ્યા છે.

ધારાસભ્યોને આ મેમો ઓવરસ્પીડીંગ, સિગ્નલ તોડવા, સેફ્ટી બેલ્ટ ન પહેરવા, ડાર્ક ફિલ્મ લગાવવા જેવા નિયમો તોડવા પર મળ્યા છે.