પ્રાંતિજ ના રાસલોડ ના બાઈક ચાલક ને ગાળો-બોલી મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ થઈ

Spread the love

પ્રાંતિજ ના રાસલોડ ના બાઈક ચાલક ને ગાળો-બોલી મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ થઈ
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી
           


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે નજીવી બાબતે બિભસ્ત ગાળો-બોલી ગળદાપાટુ નો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા એક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ


   પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના રાસલોડ ખાતે રહેતો યુવક પોતાનુ બાઇક લઇ ને નાસ્તો કરવા સારૂ પ્રાંતિજ બજાર સુમરવાસના નાકા પાસે થી બજાર તરફ જઈ રહ્યો હતો તે વખતે કાર ચાલક ખટપટ નામનો ઇસમ પોતાની કાર સામેથી લઈ આવી તુ જોતો નથી તેમ કહી વિભત્સ ગાળોબોલી લાફા તેમજ ગળદાપાટુ નો માર મારી હાથમા પહેરવાના પંચ ,મુઠ થી કપાળ ના ભાગે મારી ઈજાકરી બાઇક ચાલક નિખિલ ને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ ના જાહેરનામ નો ભંગ કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા બાઇક ચાલક નિખિલ અરૂણભાઇ પટેલ ,રહે રાસલોડ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા દ્રારા ખટપટ નામનો કાર ચાલક વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૧૧૫(૨),૧૧૮(૧),૨૯૬(બી),૩૫૧(૩) જી.પી.એકટ કલમ-૧૩૫ (૩) જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનોનોધી આગળ ની તપાસ હાથ ધરી હતી

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!