પ્રાંતિજ ખાતે તસ્કરોએ એક મકાન ને નિશાન બનાવ્યું

Spread the love

પ્રાંતિજ ખાતે તસ્કરોએ એક મકાન ને નિશાન બનાવ્યું
– એક મકાન માલિક સારીના લગ્ન મા ગયા ને બીજા મકાન માલિક ગાંધીનગર ખાતે ગયા ને તસ્કરો તાળુ તોડી ધરમા ધુસ્યા
– રાત્રી દરમ્યાન બંધ મકાન નુ તાળાતોડી રોકડ રકમ સોના-ચાંદી ના તાબા ના વાસણ ની ચોરી
– મકાન પાસે આવેલ મંદિર માંથી પણ ચાંદી ના પાંચ છત્રર ની ચોરી
– સોસાયટી ઓમા પણ તસ્કરો ના આંટા ફેરા કરતા રહીશો જાગીજતા તસ્કરો ત્યાંથી ભાગ્યા હતા
– ચોરી કરવા આવેલ તસ્કરો સોસસાયટી મા લાગેલ સીસીટીવી કેમેરા મા કેદ
         


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત તાલુકા મા તસ્કરો સક્રિય થયા છે અને પ્રાંતિજ ની વિવિધ સોસાયટીઓમા રાત્રી દરમ્યાન આંટા ફેરા કરે છે ત્યારે તસ્કરોએ સોસાયટી મા એક મકાન તથા ગામમા આવેલ એક મકાન અને મંદિર ને નિશાન બનાવ્યુ હતુ અને બંધ મકાન ના તાળાતોડી રોકડ રકમ સહિત સોનાચાંદી ના દાગીના સહિત તાબા ના વાસણ ચોરી કરી પલાયન થયા


   પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ માતૃછાયા સોસાયટી , હરીઓમ પાર્ક , ગોપીનાથ સોસાયટી , ગંજાનંદ સોસાયટી , ધનશ્યામ નગર સહિત વિસ્તાર મા રાત્રી દરમ્યાન તસ્કરો ની બુમરાહ ઉઠવા પામી છે તો એક બાજુ ગુલાબી ઠંડી ની મોસમ ફુલ બહાર ખીલી છે અને લગ્ન સિઝન પણ ચાલુ હોય સોસાયટી ના સભ્યો તથા સોસાયટીઓમા રહેતા લોકો લગ્ન મા હોય પરિવાર સાથે જતા હોય છે અને મકાન આગળ તાળુ લટકતુ હોય છે ત્યારે પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ સોસાયટી મા તસ્કરોએ આંટા ફેરા માર્યા હતા અને સોસાયટી ના રહીશો જાગીજતા તસ્કરો ભાગ્યા હતા તો માતૃછાયા સોસાયટી એસટીડેપો પાસે રહેતા કશ્યપ ભાઇ જગદીશભાઇ પટેલ ના બધ મકાન મા રાત્રી દરમ્યાન રસોડાનુ બારણુ તોડી મકાન મા પ્રવેશ કર્યો હતે અને ધરમા રહેલ સર-સામાન વેરવિખેર કર્યો હતો અને ધરમા રહેલ કબાટ માંથી ૨૫૦૦૦ ની રોકડ રકમ ની ચોરી કરી હતી તો રસોડા મા રહેલ ખાખરા નો ડબો ખોલી ડાઇનિંગ ટેબલ ઉપર બેસી ને ખાખરા ખાધા હતા અને ધર મા રહેલ દરેક રૂમમા સર-સામાન વેરવિખેર કર્યો હતો તો નાની ભાગોળ વિસ્તાર મા પ્રાંતિજ બસ ડેપો પાછળ આવેલ વિસ્તાર મા ધુસ્યા હતા જયા એક નાના મંદિર ના દરવાજા નુ તાળુ તોડી મંદિર મા રહેલ પાંચ ચાંદીના છત્રર ની ચોરી કરી હતી તો મંદિર પાસે આવેલ હિતેશભાઈ દિલીપભાઈ વાધેલા કે જેવો મહેસાણા ખાતે તેવોની સારી ના લગ્ન હોય ત્યા લગ્ન મા હાજરી આપવા મકાન ને તાળુ મારી ને ગયા હતા ત્યારે રાત્રી દરમ્યાન તસ્કરોએ બંધ મકાન નુ તાળુ તોડી મકાન મા પ્રવેશ કરી મકાન મા રહેલ સર-સામાન વેરવિખેર કરી ધરમા રહેલ તિજોરી ના તાળાતોડી તિજોરી મા રહેલ સોના-ચાંદી ના દાગીના સહિત રોકડ રકમ ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા તો પડોશ મા રહેતા તેવોના ભાઇ તથા પિતા ને સવારે દરવાજો ખુલ્લો જોવા મલતા મકાન પાસે જતા સરસામાન વેરવિખેર હોય તેવોએ પોતાના પુત્ર ને તથા પોલીસ ને ફોન કરી જાણ કરી હતી ત્યારે સોસાયટી મા ધર આગળ લાગેલ સીસીટીવી કેમેરા મા તસ્કરો કેદ થયા હતા તો લગ્ન ની સીઝન ફુલ બહાર ખીલી હોય અને બીજી તરફ ઠંડી પડતા તેવામા તસ્કરો ઠંડી મા બંધ મકાન ને નિશાન બનાવી ચોરી કરતા હોય છે ત્યારે હાલતો સોસાયટીઓમા તસ્કરોના આટા ફેરા વધતા સોસાયટી ના રહીશોમા પણ ભંય નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સોસાયટીઓ ના રહીશો દ્રારા રાત્રીનો પોલીસ પેટ્રોલિંગ ચુસ્ત બનાવવામા આવે અને રાત્રીનુ પેટ્રોલિંગ વધારવામા આવે તેવી માંગ પણ રહીશોની ઉઠવાપામી છે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!