fbpx

અયોધ્યા રામમંદિરના 10 ફીટના શિખરને સોનાથી મઢવામાં આવશે

Spread the love

અયોધ્યા રામમંદિરની જ્યારે 22 જાન્યુઆરી 2024માં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે મંદિર ચર્ચામા આવ્યું હતું, હવે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે.રામમંદિરનું 10 ફીટનું શિખર આખું સોનાથી મઢવામાં આવશે. અને ડિસેમ્બર 2025માં આ કામ પુરુ થશે.

રામમંદિર નિર્માણ સમિતિના પ્રમુખ નૃપેન્દ્ર મિશ્રએ કહ્યું હતું કે, રામમંદિરના બાંધકામનો પ્રથમ તબક્કો પુરો થઇ ગયો છે અને પહેલા માળે આવેલા તમામ દરવાજા સોના જડિત છે. રામલ્લાનું આસાન પણ સોનાથી બનાવવામાં આવેલું છે અને હવે મંદિરના શિખરને પણ સોનાથી જડવામાં આવશે.

મંદિરનું જે બાકીનું કામ છે તે 15 માર્ચ 2025 પહેલા પુરુ કરી દેવામાં આવશે મંદિરમાં શ્રધ્ધાળુઓ સોના-ચાંદીના દિલ ખોલીને દાન કરી રહ્યા છે. મંદિરની અંદર બની રહેલા સપ્તક મંદિરનું કામ પણ ટુંક સમયમાં પુરુ થશે.

error: Content is protected !!