fbpx

નારાયણ મૂર્તિએ 50 કરોડનો ફ્લેટ લીધો એમાં લોકો કેમ ગુસ્સે છે?

Spread the love

ઇન્ફોસીસના ફાઉન્ડર નારાયણ મૂર્તિએ બેંગલુરુમાં કિંગફિશર ટાવરમાં 50 કરોડ રૂપિયાનો એક ફલેટ ખરીદ્યો છે, જે બેંગલુરુની આ વિસ્તારની સૌથી મોટી ડીલ હોવાનું કહેવાય છે. મૂર્તિએ 16મા માળે 8400 સ્કેવર ફુટનો ફ્લેટ ખરીદ્યો છે. આ વાતથી સોશિયલ મીડિયમાં તેમને જબરદસ્ત ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

એક યૂઝરનું કહેવું છે કે, નારાયણ મૂર્તિએ 50 કરોડનો આલિશાન ફલેટ ખરીદ્યો છે. આ એ વ્યકિત છે જે હમેંશા સાદગીમાં રહેવાનું, દયાળુ મુડીવાદનો ઉપદેશ આપતા રહે છે અને એવું ઇચ્છે છે કે લોકો સપ્તાહમાં 70 કલાક કામ કરે.

કિંગફિશર ટાવર એ  દેશમાંથી ભાગી છુટેલા વિજય માલ્યાનું પહેલા પૈત્રુક ઘર હતું. 4 વર્ષ પહેલા સુધા મૂર્તિએ પણ 29 કરોડમાં આ જ ટાવરમાં ફલેટ ખરીદેલો છે. આ ટાવરમાં મોટી મોટી હસ્તીઓ રહે છે.

error: Content is protected !!