fbpx

લોકસભામાં પ્રિયંકા બોલી રહ્યા હતા..રાહુલ બૂમો પાડવા લાગ્યા, કેમેરા.. કેમેરા…

Spread the love

બંધારણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આજે લોકસભામાં ચર્ચા ચાલી રહી છે. સરકારના પ્રતિનિધિ તરીકે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ચર્ચા શરૂ કરી હતી. આ પછી કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધી પોતાની વાત રજૂ કરવા આવ્યા હતા.

લોકસભામાં પ્રિયંકાનું આ પહેલું ભાષણ હતું. તે કેરળના વાયનાડથી સાંસદ તરીકે ચૂંટાયા છે. છેલ્લી સામાન્ય ચૂંટણીઓમાં રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક જીતી હોવાથી તેમણે વાયનાડ બેઠક ખાલી કરવી પડી હતી. આ પછી અહીં પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રિયંકાની જીત થઈ હતી.

પ્રિયંકાએ ઉન્નાવ બળાત્કાર પીડિતાની દુર્દશા અને અરુણ વાલ્મિકીની હત્યા બાદ તેના પરિવારની અગ્નિપરીક્ષાનું વર્ણન કરીને પોતાનું ભાષણ શરૂ કર્યું. પ્રિયંકા ગાંધીએ આ બંને પીડિતોના પરિવારજનોને મળીને તેમના દ્વારા કરવામાં આવેલી ન્યાયની માંગને બંધારણની તાકાત ગણાવી હતી.

પ્રિયંકા ગાંધીએ આજે લોકસભામાં પ્રથમ ભાષણમાં બંધારણ દિવસ પર ચર્ચા દરમિયાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કરીને મોદી સરકારને ઘેરી હતી. તેમના ભાષણ દરમિયાન તેમના મોટા ભાઈ રાહુલ ગાંધી તેમને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા. ત્યાં સુધી કે જ્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા તે દરમિયાન તેઓ એ વાત પર પણ ધ્યાન આપી રહ્યા હતા કે, લોકસભાના કેમેરા ક્યાં લગાવવામાં આવ્યા હતા.

હકીકતમાં થયું એવું કે, પ્રિયંકા ગાંધી પોતાના ભાષણ દરમિયાન સરકાર પર સતત આકાર પ્રહારો કરી રહ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, રાજકીય ફાયદા માટે સત્તાધારી પક્ષ બંધારણને તો છોડો, દેશની એકતા ને પણ જાળવી શકતા નથી, તેનું રક્ષણ પણ કરી શકતા નથી. પ્રિયંકાએ કહ્યું કે, અમે સંભલમાં જોયું અને મણિપુરમાં પણ જોયું. હકીકતમાં તેઓ કહે છે કે, આ દેશના જુદા જુદા ભાગો છે. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ પ્રિયંકાને પ્રોત્સાહિત કરતા રહ્યા.

આ દરમિયાન કેમેરાએ વિપક્ષી નેતાઓ પર પણ ફોકસ કર્યું હતું. કેમેરા AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી અને અખિલેશ યાદવ તરફ વળ્યો. ત્યારપછી રાહુલ ગાંધીએ જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું. કેમેરા..કેમેરા અને પ્રિયંકા ગાંધી હસવા લાગ્યા. હકીકતમાં, રાહુલ ગાંધી ઘણી વખત આરોપ લગાવતા રહ્યા છે કે, લોકસભાના કેમેરા તેમના ભાષણ દરમિયાન અથવા વિપક્ષી નેતાઓના ભાષણ દરમિયાન તેમના પર ધ્યાન કેન્દ્રિત નથી કરતા.

કેરળના વાયનાડના સાંસદ પ્રિયંકાએ જવાહરલાલ નેહરુનું નામ લીધા વિના તેમના કામોને ગણાવ્યા હતા. આ દ્વારા તેમણે શાસક પક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, તેમને પુસ્તકોમાંથી દૂર કરી દેવાથી તેમનું યોગદાન ઓછું નહીં થઇ જાય.

error: Content is protected !!