fbpx

પ્રાંતિજ ના વાધપુર ખાતે રસ્તા વચ્ચે ટ્રેક્ટર કેમ ઉભુ રાખ્યુ તેમ કહી ગાળોબોલી મારમાર્યો

Spread the love

પ્રાંતિજ ના વાધપુર ખાતે રસ્તા વચ્ચે ટ્રેક્ટર કેમ ઉભુ રાખ્યુ તેમ કહી ગાળોબોલી મારમાર્યો
– લાકડી વડે માર મારી ટ્રેક્ટર નો સાઈડ નો કાચ તોડી નુકસાન કર્યુ
– પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ચાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
– પ્રાંતિજ પોલીસે ગુનોનોધી આગળ ની તપાસ હાથ ધરી
       


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના વાધપુર ખાતે રસ્તા વચ્ચે ટ્રેક્ટર કેમ ઉભુ રખાયુ છે તેમ કહી ગાળોબોલી લાકડી વડે માર મારી ટ્રેક્ટર નો કાચતોડી નુકસાન કરતા ચાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી


   પ્રાંતિજ ના વાધપુર ખાતે રહેતા બાબુસિંહ ચેહરસિંહ રાઠોડ નુ ટ્રેક્ટર અમરતસિંહ બહેચરસિંહ રાઠોડ એ રસ્તા વચ્ચે ઉભુ રખાવેલ હતુ તે વખતે કાનસિંહ રાઠોડ તથા પરેશસિંહ રાઠોડ ત્યા આવી અમરતસિંહ રાઠોડ ને કહેવા લાગ્યા કે તે કેમ રસ્તા વચ્ચે ટ્રેક્ટર ઉભુ રખાવેલ છે તેમ કહી મા-બહેન સામી ગાળો બોલી ઝપાઝપી કરી અમરતસિંહ રાઠોડ ને નીચે પાડી દઈ ગડદાપાટુ નો માર મારી કાનસિંહ રાઠોડ અને પરેશસિંહ રાઠોડ નુ ઉપરાડુ લઈ રાજદીપસિંહ રાઠોડ આવી જઇ અમરતસિંહ ને મા-બેન સામી ગાળો-બોલી રસ્તામા પડેલ લાકડી અમરતસિંહ રાઠોડ ના જમણા પગે મારી સામાન્ય ઇજાઓ પહોંચાડી અને રાજકીરણસિંહ રાઠોડ બાબુસિંહ ચેહરસિંહ રાઠોડ ના ટ્રેક્ટર નો સાઈડ ગ્લાસ તોડી નાખી નુકસાન કરી એકબીજા ની મદદત ગીરી કરી જિલ્લા કલેક્ટર સાહેબ ના જાહેરનામ નો ભંગ કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા અમરતસિંહ બહેચરસિંહ રાઠોડ રહે વાધપુર તા.પ્રાંતિજ ,જિ સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે કાનસિંહ મોહનસિંહ રાઠોડ , પરેશસિંહ કાનસિંહ રાઠોડ , રાજદીપસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ તથા રાજકીરણસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ તમામે-તમામ રહે વાધપુર તા.પ્રાંતિજ , જિ સાબરકાંઠા વિરૂધ્ધ આઇપીસીકલમ ૧૧૫ (૨) , ૩૫૨, ૩૫૨ (૩),૩૨૪(૨) ૫૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુનોનોંધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના એ.એસ.આઇ પુંજાભાઇ મહાદેવ ભાઇ દ્રારા હાથ ધરવામા આવી છે

error: Content is protected !!