fbpx

રમેશ દામાણીએ યુવા રોકાણકારોને 90% નાણાં આ શેરમાં રોકવાની સલાહ આપી

Spread the love

અનુભવી રોકાણકાર રમેશ દમાણીએ રોકાણકારોને એક મોટી સલાહ આપી છે. 13 ડિસેમ્બરના રોજ એક પેનલ ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે, નવા રોકાણકારોએ લાંબા ગાળા માટે રોકાણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે કહ્યું કે, ઘણી વખત એવું પણ બનતું હોય છે કે બજારનું પ્રદર્શન સારું ન હોય ત્યારે રોકાણકારોને નુકસાન થવાનું શરૂ થાય છે. તેમણે કહ્યું કે, આ સ્થિતિને અલગ દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે.

તેમણે કહ્યું, ‘આવી સ્થિતિને અલગ રીતે જુઓ. જ્યારે હું નવો નવો માર્કેટમાં આવ્યો ત્યારે સેન્સેક્સ લગભગ 1,000 પોઈન્ટ પર હતો. આ વાત છે 1989ની. આજે સેન્સેક્સ 80,000 પર છે. આ દર્શાવે છે કે, સારી ગુણવત્તાવાળા શેરોમાં રોકાણ જાળવી રાખવામાં ખુબ ફાયદો થાય છે.’ તેમણે કહ્યું કે, હું યુવા રોકાણકારોને કંઈક કહેવા માંગુ છું, ખાસ કરીને જેમણે હાલમાં જ માર્કેટમાં રોકાણ કરવાની શરૂઆત કરી છે.

દામાણીએ કહ્યું, ‘જો તમે વેપાર કરવા માંગો છો, તો તમારા નાણાંના 5-10 ટકા વેપાર કરવા માટે ઉપયોગ કરો. પરંતુ, તમારે તમારા 90 ટકા નાણાં ઉચ્ચ ગુણવત્તાવાળા શેરોમાં રોકાણ કરવા જોઈએ. તમારે આ રોકાણને લાંબા સમય સુધી જાળવી રાખવું જોઈએ. તેનું કારણ એ છે કે, એકંદરે આવા રોકાણો પર વધારે વળતર મળતું હોય છે.’

https://googleads.g.doubleclick.net/pagead/ads?client=ca-pub-4670279101756969&output=html&h=280&adk=384890505&adf=3053417548&w=625&abgtt=9&fwrn=4&fwrnh=100&lmt=1734326325&num_ads=1&rafmt=1&armr=3&sem=mc&pwprc=2200677082&ad_type=text_image&format=625×280&url=https%3A%2F%2Fkhabarchhe.com%2Fnews-views%2Fbusiness%2Framesh-damani-advises-young-investors-to-invest-90-percent-of-their-money-in-quality-stocks.html&fwr=0&pra=3&rh=157&rw=625&rpe=1&resp_fmts=3&wgl=1&fa=27&uach=WyJXaW5kb3dzIiwiMTAuMC4wIiwieDg2IiwiIiwiMTMxLjAuNjc3OC4xNDAiLG51bGwsMCxudWxsLCI2NCIsW1siR29vZ2xlIENocm9tZSIsIjEzMS4wLjY3NzguMTQwIl0sWyJDaHJvbWl1bSIsIjEzMS4wLjY3NzguMTQwIl0sWyJOb3RfQSBCcmFuZCIsIjI0LjAuMC4wIl1dLDBd&dt=1734326271107&bpp=4&bdt=11284&idt=4&shv=r20241212&mjsv=m202412090101&ptt=9&saldr=aa&abxe=1&cookie=ID%3D6a8915707774f7e2%3AT%3D1730801592%3ART%3D1734326220%3AS%3DALNI_MbdHveoDOAa3YQyaZsol6GD4Gq-8A&gpic=UID%3D00000f60e65cee3d%3AT%3D1730801592%3ART%3D1734326220%3AS%3DALNI_MaQI74v1Ocj63ivPFavB9r9VHbmDw&eo_id_str=ID%3Da5fe9c05d32ea4ac%3AT%3D1730801592%3ART%3D1734326220%3AS%3DAA-AfjbHeo5A4q0qF2KNkVafLMAx&prev_fmts=0x0%2C1519x703%2C625x280&nras=4&correlator=4258637587690&frm=20&pv=1&u_tz=330&u_his=1&u_h=864&u_w=1536&u_ah=824&u_aw=1536&u_cd=24&u_sd=1.25&dmc=8&adx=319&ady=1560&biw=1519&bih=703&scr_x=0&scr_y=0&eid=31084128%2C31089330%2C95330276%2C95345966%2C95347433%2C95348348&oid=2&pvsid=3014394252998764&tmod=508587540&uas=0&nvt=1&ref=https%3A%2F%2Fkhabarchhe.com%2F&fc=1408&brdim=0%2C0%2C0%2C0%2C1536%2C0%2C0%2C0%2C1536%2C703&vis=1&rsz=%7C%7Cs%7C&abl=NS&fu=128&bc=31&bz=0&td=1&tdf=2&psd=W251bGwsbnVsbCxudWxsLDNd&nt=1&ifi=3&uci=a!3&btvi=2&fsb=1&dtd=54202

શેરબજારના આ અનુભવી રોકાણકારે શિસ્તબદ્ધ રીતે કરેલું રોકાણ વધારે સંપત્તિ બનાવવાનું મહત્વ ધરાવે છે, તે સમજાવવા તેમને વોરેન બફેનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું, ‘બફેએ અમને શીખવ્યું છે કે, તમારા જીવનમાં તમે મધ્યમ વર્ગમાંથી કરોડપતિ બની શકો છો. આ માટે તમારે પૈસાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો પડશે અને રોકાણ પર સારું વળતર મેળવવું પડશે. પરંતુ, ટ્રેડિંગ દ્વારા આવું થવાની સંભાવના તદ્દન ઓછી છે.’

તેમણે કહ્યું કે, 10 લાખમાંથી એક અથવા બે લોકો આવા વેપારમાં સફળ થઈ શકે છે, પરંતુ મોટાભાગના લોકો થોડા પૈસા કમાશે અને અમુક પૈસા ગુમાવશે. તેમાં તેઓને મજા તો આવશે, પરંતુ તેઓ સંપત્તિ બનાવી શકશે નહીં. દામાણીએ એમ પણ કહ્યું કે, આગામી 10-20 વર્ષમાં તમે કમ્પાઉન્ડિંગને કારણે પૈસાની બાબતમાં અલગ વ્યક્તિ બની શકો છો. તમે આજે જે છો તેના કરતા તમે અલગ વ્યક્તિ બની શકશો.

નોંધ: તમારે કોઈપણ શેરમાં તમારા નાણાંનું રોકાણ કરતા પહેલા, તમારા નાણાકીય સલાહકારની સલાહ ચોક્કસ લેવી જોઈએ.

error: Content is protected !!